બોલિવૂડ:મહાકાવ્ય મહાભારત પર આમિર ખાન ફિલ્મ બનાવશે તેવી અટકળો સેવાઇ રહી હતી. તેના અમુક પાર્ટસ ઓટીટી પ્લેટફોર્મ પર રીલિઝ કરવાનું પ્લાનિગ હતું, જો કે હવે આમિર ખાને કેટલાક વિવાદોના કારણે આ વિચાર પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.. સ્પોટબોયે આમિરના નજીકના સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે. આ પ્લાનિંગ પર પૂર્ણવિરામ મૂકવા પાછળ એક નહી અનેક કારણો જવાબદાર છે. જાણીએ આમિર ખાને કયા ક્યા કારણોસર આ નિર્ણય લીધો. ક્યા કારણે આમિર ખાને વિચાર માંડી વાળ્યો?
  • આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા માટે  5 વર્ષ જેટલો સમય જોઇએ. આ સમયમાં 3 ફિચર ફિલ્મ બની શકે.
  • મહાકાવ્ય મહાભારતની ફિલ્મ માટે 5 વર્ષ આપવા વ્યાવસ્યાયિક રીતે યોગ્ય  વિચાર નથી.
  • પ્રોજેક્ટના પ્લાનિંગ સાથે જ અનેક વિવાદ પણ સર્જાયા
  • હિન્દુવાદી સંગઠનોએ આ મહાકાવ્ય પર ફિલ્મ બનાવવાના આમિરખાનના અધિકારને પડકાર્યો.
  • આમિર ખાનને મહાકાવ્ય પર ફિલ્મ બનાવવા માટે આ સમય યોગ્ય નથી લાગતો
જો કે આ તમામ બાબતમાં આમિરની તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન સામે નથી આવ્યું.