નુસરતે આ તસવીરને ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરમાં તે નાના બાળકને ગળે લગાવીને કિસ કરતી નજર આવી રહી છે. તસવીર પોસ્ટ કરીને તેણે લખ્યું કે, “ફુગ્ગા વેચી રહેલા આ દોઢ વર્ષા બાળકે મારો વિકેન્ડ સ્પેશિયલ બનાવી દીધો. જે ફુગ્ગા કરતા પણ વધારે કલરફુલ અને સ્વીટ છે.”
આ ફોટો પર ચાહોક ખૂબ કોમેન્ટ્સ અને પ્રશંસા કરી રહ્યાં છે. એક યુઝરે લખ્યું કે, તમે ખરેખર ખૂબ સારા વ્યક્તિ છો.
એક્ટ્રેસમાંથી નેતા બનેલી નુસરત જહાં સોશિયલ મીડિયા પર પોતાની તસવીરો પોસ્ટ કરતી રહે છે. નુસરત જહાં બંગાળની બશીરહાટ બેઠક પરથી સાંસદ છે.