ભારતીય ટીમમાં સૌની નજર યુવા ઓફ સ્પિનર વોશિંગ્ટન સુંદર અને ખરાબ ફોર્મનો સામનો કરી રહેલા વિકેટકિપર બેટ્સમેન રિષભ પંત પર રહેશે. સુંદરના સ્થાને ટીમ મેનેજમેન્ટ ચાઈનામેન બોલર કુલદીપ યાદવને મોકો આપી શકે છે. રિષભ પંતના સ્થાને સંજુ સેમસનને મોકો મળશે કે નહીં તેના પર પણ નજર રહેશે.
આ ઉપરાંત ફાસ્ટ બોલિંગમાં મોહમ્મદ શમીનો સમાવેશ કરવામાં આવી શકે છે. પ્રથમ બંને ટી20 ભુવનેશ્વર કુમાર અને દીપક ચહર ખર્ચાળ સાબિત થયા હતા. આ સિવાય ટીમમાં કોઈ બદલાવ કરવામાં નહીં આવે તેવી સંભાવના છે.
ત્રીજી ટી-20 માટે સંભવિત ભારતીય ટીમઃ રોહિત શર્મા, લોકેશ રાહુલ, વિરાટ કોહલી, સંજુ સેમસન, શ્રેયસ ઐય્યર, રવિન્દ્ર જાડેજા, શિવમ દુબે, ભુવનેશ્વર કુમાર, મોહમ્મદ શમી, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ
કોણ તોડશે ટેસ્ટમાં 400 રનનો રેકોર્ડ ? લારાએ આપ્યા બે ભારતીયોના નામ, જાણો શું કહ્યું
જૂનાગઢ અને અમરેલીમાં બે વર્ષમાં કેટલા દીપડા પકડાયા, કેટલા લોકોના થયાં મોત ? જાણો વિગત