જાણીતી ટીવી એક્ટ્રેસનું મોત. મોતાનું કારણ જાણીને ખરેખર ચોંકી જશો, જાણો વિગત
બેંગ્લોરઃ ઓડિયા ટેલિવિઝન એક્ટ્રેસ નિકિતાનું કટકની એક હોસ્પિટલમાં નિધન થયું હતું. તેનું વાસ્તવિક નામ લક્ષ્મીપ્રિયા બેહરા હતું. જેને લોકો નિકિતાના નામથી ઓળખતા હતા. શુક્રવારની રાત્રે માથામાં ઇજાના કારણે તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, એક્ટ્રેસ પોતાના મહંદી વિહાર સ્થિત પોતાના પિતાના ઘરે ગઇ હતી. જ્યાં છત પરથી પડી જવાના કારણે માથામાં ઇજા પહોંચી હતી. નિકિતાની માતા પિતા અને પતિ પાસેથી મળેલી સૂચના બાદ મેજીસ્ટ્રેટ ઉલ્લાસ કુમાર સેઠીએ કહ્યું કે, માથામાં ઇજા થવાના કારણે તેનું મોત થયું છે.
એક્ટ્રેસ નિકિતાના અચાનક નિધનથી આખી ટીવી ઇન્ડસ્ટ્રીઝમા શોક ફેલાઇ ગયો હતો. નિકિતાને ઓડિયા ફિલ્મ ચોરી ચોરી મન ચોરી, મા રા પનાટકની, અને સ્માઇલ પ્લીઝ માટે ઓળખવામાં આવે છે. વર્ષ 2016માં નિકિતાના લગ્ન લિપન સાહુ સાથે થયા હતા. તેને એક છ મહિનાની દીકરી છે.
રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેના શરીરમાં સામાન્ય ઇજા પહોંચી હતી. જોકે,. હજુ એ વાતનો ખુલાસો થઇ શક્યો નથી કે તે કેવી રીતે છત પરથી નીચે પડી હતી. છત પરથી પડ્યા બાદ તેને તરત જ એક પ્રાઇવેટ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવી હતી. બાદમાં તેને કટકની એસસીબી હોસ્પિટલમાં શિફ્ટ કરાઇ હતી.