✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

'બચ્ચન સા'બ, જો તમે એ ફિલ્મ છોડી ન હોત તો આજે હું અહીં ન હોત', જાણો કેમ ઓમ પુરીએ કહ્યું હતું આમ

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  06 Jan 2017 04:34 PM (IST)
1

ઓમે જવાબ આપ્યો કે, ‘તમે અર્ધ સત્ય કરવાની ના પાડી હતી.’ અમિતાભ બચ્ચને પૂછ્યું, ‘મેં ના પાડી હતી?’ ઓમ પુરીએ કહ્યું, ‘તમે વ્યસ્ત હતા. જો તમે અર્ધસત્ય સ્વીકારી હોત તો હું અત્યારે ક્યાંય ન હોત.’ અમિતાભ આ વાત પર હસી પડ્યા હતા. અને કહ્યુ હતું કે, ‘મને આનંદ છે કે મે અર્ધસત્ય ન સ્વીકારી કેમકે તમે જે રીતે આ ભૂમિકા ભજવી છે તે રૂકે હું ક્યારેય ન નિભાવી શક્યો હોત. અર્ધસત્ય મારી મનપસંદ ફિલ્મોમાં એક છે.’ (તસવીર- દેવના શૂટિંગ દરમિયાન અમિતાભ બચ્ચન, ઓમ પુરી અને દિગ્દર્શક ગોવિંદ નિહલાની)

2

દેવ ફિલ્મનું દ્રશ્ય

3

ઓમ પુરીનું 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાથી મુંબઈમાં નિધન થયુ છે. ‘અર્ધસત્ય’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’,‘મંડી’, જેવી ફિલ્મો અને ‘તમસ’ જેવી ટેલિ ફિલ્મમાં અભિનય માટે ખૂબ વખણાયેલા ઓમ પુરીને બે વાર નેશનલ અવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા.

4

ઓમ પુરીના બીજા પત્ની નંદિતા પુરીએ 2009 તેમની બાયોગ્રાફી લખી હતી. બાયોગ્રાફી Unlikely Hero: The Story Of Om Puri માં ઓમ પુરીના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓને વાંચો Abpasmita.in પર. અહીં વાંચો 1983માં આવેલી ફિલ્મ ‘અર્ધસત્ય’ કે જેના માટે ઓમ પુરીને શ્રેષ્ઠ અભિનેતાનો નેશનલ અવોર્ડ મળ્યો તેની સાથે જોડાયેલી અમિતાભ બચ્ચનની ખાસ કહાની.

5

ઓમ પુરી અને અમિતાભ બચ્ચન વચ્ચે થયેલો સંવાદ આ મુજબ હતો. ઓમ પુરીએ કહ્યું, ‘બચ્ચન સા’બ, હું આ જીવન તમારો આભારી રહીશ.’ અમિતાભ બચ્ચને આશ્ચર્ય સાથે પૂછ્યું – કેમ? ઓમ પુરી કહે, તમે મને બહુ મદદ કરી છે. અમિતાભ બચ્ચને ફરી પૂછ્યું, ‘ખરેખર? કેવી મદદ?’ ઓમે ચલાવ્યું, ‘હું તમારો આભાર માનું એટલો ઓછો છે.’ આ સસ્પેન્સથી અમિતાભ બચ્ચનને મૂંઝવણ થઈ રહી હતી અને ઓમને મજા આવી રહી હતી. ‘પણ મે કર્યુ છે શું એ તો કહે..’ હવે અમિતાભ બચ્ચનથી રહેવાતું નહોતું.

  • હોમ
  • મનોરંજન
  • 'બચ્ચન સા'બ, જો તમે એ ફિલ્મ છોડી ન હોત તો આજે હું અહીં ન હોત', જાણો કેમ ઓમ પુરીએ કહ્યું હતું આમ
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.