14 વર્ષે મામી સાથે થયું હતું આકર્ષણ, કામવાળી સાથે સંબંધો થી લઇને ઓમના બે લગ્નના કિસ્સા

જો કે નંદિતાના આ દાવા સાથે ઓમ પુરીને વાંધો હતો.અને તેણે તેનો વિરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે ઓમ પુરીએ પહેલા અનુ કપૂરની બહેન સીમા કપૂર સાથે 1991માં લગ્ન કર્યા હતા જે આઠ મહિનામાં તૂટી ગયા હતા.
પછી ઓમ પુરીએ 1993માં પત્રકાર નંદિતા પુરી સાથે લગ્ન કર્યા હતા.
ઓમ પુરી જ્યારે 14 વર્ષનો હતા, નવમાં ધોરણમાં, ત્યારે સનૌરમાં મામાના ઘરે રહેતા હતા. ઉનારાની રાત્રે જ્યારે આખો પરિવાર અગાશીમાં સૂતો હતો. ઓમનું ધ્યાન નાના મામી પર હતું જેનું પેટ દેખાઈ રહ્યું હતું. આ મામી માટે ઓમને આકર્ષણ હતું. તે રાત્રે તેણે નાના મામી પાસે જઈને તેમના પેટ પર સ્પર્ષ કરવા લાગ્યો. તેના મામીએ ગુસ્સામાં બોલીને ઉંધા ફરીને સૂઈ ગયા હતા. બીજા દિવસે સવારે જ્યારે ઓમ ઉઠ્યો ત્યારે તેના મામા તારાચંદે તેને લાફો મારી દીધો હતો. અને ઘર છોડી લુધિયાણા જવા કહી દેવામાં આવ્યું હતું.
ઓમ પુરીનું 66 વર્ષની વયે હ્રદય રોગના હુમલાથી મુંબઈમાં નિધન થયુ છે. ‘અર્ધસત્ય’, ‘આક્રોશ’, ‘મિર્ચ મસાલા’ જેવી ફિલ્મો અને તમસ જેવી ટેલિ ફિલ્મમાં અભિનય માટે ખૂબ વખણાયેલા ઓમ પુરીને બે વાર નેશનલ અવોર્ડ અને પદ્મશ્રી પુરસ્કારથી સન્માનવામાં આવ્યા હતા. ઓમ પુરીના બીજા પત્ની નંદિતા પુરીએ 2009 તેમની બાયોગ્રાફી લખી હતી. બાયોગ્રાફી Unlikely Hero: The Story Of Om Puri માં ઓમ પુરીના જીવનના કેટલાક રસપ્રદ કિસ્સાઓને વાંચો Abpasmita.in પર. આ બાયોગ્રાફી પબ્લિશ થયા બાદ નંદિતા અને ઓમ પુરી વચ્ચે વિવાદ થયો હતો. ઓમ પુરીએ આ બાયોગ્રાફીમાં લખાયેલા તેમના અને કામવાળીના સંબંધો અંગે વિરોધ નોંધાવ્યો હતો. જે પછી નંદિતાએ તેના પર ઘરેલુ હિંસાના આરોપ લગાવી કેસ કર્યો હતો. તેને અને નંદિતાને ઈશાન નામનો એક દિકરો છે. અહીં 14 વર્ષની વયે ઓમ પુરીના જીવનમાં બનેલા કેટલાક કિસ્સાઓ વાંચો