અભિનેતા નહીં પણ રેલવે ડ્રાઇવર બનવા માંગતા હતા ઓમ પુરી
એકવાર નાટક કરવાનું હતું તો તેઓ વકીલને ત્યાં જઇ શક્યા નહીં અને નોકરી ગુમાવવાનો વારો આવ્યો હતો. ત્યારબાદ ઓમપુરીએ કેમેસ્ટ્રી લેબમાં સહાયકની જોબ પણ કરી હતી. ત્યારબાદ નાટ્યમંચ સાથે જોડાયા અને અહીંથી તેમણે બોલિવૂડ કરિયરની શરૂઆત કરી હતી.
તે દિવસોમાં ઓમ પુરી જ્યાં રહેતા હતા ત્યાં તેમના ઘરની પાછળ ટ્રેન યાર્ડ હતું. તેમને ટ્રેનો તરફ આકર્ષણ હતું. બાદમાં તેઓ અભ્યાસ માટે નાના-નાનીના ઘરે પટિયાલા આવ્યા હતા. ત્યાં તેઓ પોતાના ખર્ચ માટે એક વકીલને ત્યાં કામ કરવા લાગ્યા.
ઓમ પુરીનો જન્મ હરિયાણાના અંબાલાના એક ગરીબ પરિવારમાં થયો હતો. આર્થિક જરૂરીયાતોને પુરી કરવા માટે ઓમ પુરીએ શરૂઆતના દિવસોમાં ઢાબા પર કામ કર્યું હતું. બાદમાં ઓમ પુરી પર ઢાબાના માલિકે ચોરીનો આરોપ લગાવતા તેમણે નોકરી છોડવી પડી હતી.
મુંબઇઃ બોલિવૂડના જાણીતા એક્ટર ઓમ પુરીનું નિધન થવાથી બોલિવૂડ શોકમાં ગરકાવ થઇ ગયું છે. ઓમ પુરીની એક્ટિંગ અને અવાજના લાખો ચાહકો છે પણ ઘણા ઓછા લોકો જાણે છે કે ઓમ પુરી એક્ટર નહીં પણ રેલવે ડ્રાઇવર બનવા માંગતા હતા.