✕
  • હોમ
  • INDIA AT 2047
  • VIBRANT GUJARAT SUMMIT
  • VIDEO
  • દેશ
  • સમાચાર
  • IDEAS OF INDIA
  • વીડિયો
  • ગુજરાત
  • અમદાવાદ
  • સુરત
  • સ્પોર્ટ્સ
  • મનોરંજન
  • ધર્મ-જ્યોતિષ
  • વડોદરા
  • રાજકોટ
  • બિઝનેસ
  • જ્યોતિષ
  • ટેકનોલોજી
  • ઓટો
  • ઉપયોગિતા
  • ક્રાઇમ
  • ચૂંટણી
  • અમારો સંપર્ક કરો

70 લાખ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ ટીવી એક્ટ્રેસ બની આ અભિનેત્રી

એબીપી અસ્મિતા વેબ ટીમ   |  11 Apr 2018 07:21 AM (IST)
70 લાખ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ ટીવી એક્ટ્રેસ બની આ અભિનેત્રી
1

દિવ્યાંકાએ વર્ષ 2016ની 8 જુલાઈએ ટીવી એક્ટર વિવેક દહિયા સાથે લગ્ન કર્યા હતાં. નોંધનીય છે કે વિવેક દહિયા પહેલા એક્ટ્રેસ દિવ્યાંકા ટીવી એક્ટર શરદ મલ્હોત્રાને ડેટ કરી ચૂકી છે. ભોપાલમાં જન્મેલી દિવ્યાંકાનું બીજું ઘર મુંબઈમાં છે.

2

નવી દિલ્હીઃ પોતાની માસૂમ અદાઓથી લાખોના દિલ જીતનારી ટેલિવિઝન એક્ટ્રેસ દિવ્યાંકા ત્રિપાઠીએ સોશિયલ નેટવર્કિંગ સાઈટ ઇન્સ્ટાગ્રામ પર પોતાની લોકપ્રિયતાનો ડંકો વગાડ્યો છે. ઇન્સ્ટાગ્રામ પર દિવ્યાંકાના 70 લાખ ફોલોઅર્સ થઈ ગયા છે અને ટેલિવિઝનની આ પ્રથમ મહિલા અભિનેત્રી છે જેને આટલા બધા લોકો ફોલો કરે છે.

3

દિવ્યાંકાને મોટા પ્રમાણમાં ફેન્સ ફોલો કરી રહ્યાં છે. આ એક્ટ્રેસે પતિ અને એક્ટર વિવેદ દહિયા સાથે એક તસવીર શૅર કરતાં પ્રશંસકોને આ વાતની જાણકારી આપી હતી. તેણે તસવીર શૅર કરતાં લખ્યું હતું કે,’7 મિલિયન’.

4

દિવ્યાંકાએ પોતાના કરિયરની શરૂઆત 2006માં ‘બનું મેં તેરી દુલ્હન’થી કરી હતી. આ શો પૂરો થયા પછી દિવ્યાંકા લાઈમલાઈટથી દૂર થઈ હતી. જોકે, 2013માં શરૂ થયેલા શો ‘યે હૈ મહોબ્બતે’થી તે ઘરઘરમાં ફેમસ થઈ હતી. દિવ્યાંકાની વધતી લોકપ્રિયતાનો અંદાજો એ વાત પરથી લગાવી શકાય છે કે તેના પ્રશંસકોની સંખ્યા 70 લાખ પાર થઇ છે.

  • હોમ
  • મનોરંજન
  • 70 લાખ ફોલોઅર્સ ધરાવતી પ્રથમ ટીવી એક્ટ્રેસ બની આ અભિનેત્રી
About us | Advertisement| Privacy policy
© Copyright@2026.ABP Network Private Limited. All rights reserved.