KKR vs CSK: રવીન્દ્ર જાડેજાએ છગ્ગો ફટકારીને CSKને અપાવી 5 વિકેટે જીત
કોલકાતા તરફથી સૌથી વધારે રન ઓલરાઉન્ડર રસેલ આંદ્રેએ બનાવ્યાં હતાં. આંન્દ્રેએ 36 બોલમાં 11 છગ્ગા અને 1 ચોગ્ગાની મદદથી 88 રન ઝુડી કાઢ્યાં હતાં. રસેલે એકલા હાથે શાનદાર ઈનિંગ રમી કોલકાતાનો સ્કોર 200 રનને પાર પહોંડ્યો હતો.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપહેલા બેટિંગ કરતા કોલકાતાએ નિર્ધારીત 20 ઓવરમાં 6 વિકેટે 202 રન બનાવ્યાં હતાં. કોલકાતાએ ચેન્નઈને 203 રનનું વિશાળ લક્ષ્યાંક આપ્યો હતો. જેને ચેન્નઈએ 5 વિકેટ 19.5 ઓવરમાં હાંસલ કરી લીધો હતો.
અગાઉ સેમ બિલિંગ્સ ફટકાબાજી કરીને 21 બોલમાં હાફ સેન્ચૂરી ફટકાર્યા બાદ આઉટ થઈ ગયો હતો. આ સંજોગોમાં CSKની પ્રથમ મેચના જીતના હીરો ડ્વાઈન બ્રાવોનું આગમન થયું હતું. બિલિંગ્સે 23 બોલમાં 56 રન ફટકાર્યા હતા.
ચેન્નઈઃ પાંચ વર્ષ બાદ પોતાના મેદાન પર રમવા ઉતરેલ ચેન્નઈ સુપર કિંગ્સ ઇલેવનને મેચ જીતવા માટે 203 રનનો ટાર્ગેટ મળ્યો હતો, જેમાં તેણે ઈનિંગની અંતિમ ઓવરમાં રોમાંચક અંદાજમાં જીત મેળવી હતી. સીએસકેને 20મી ઓવરમાં 17 રન બનાવવાના હતા, જેમાં રવીન્દ્ર જાડેજા અને ડ્વેન બ્રાવોએની જોડીએ એક બોલ બાકી હતો ત્યારે બનાવી લીધા હતા. બાપુ એટલે કે સર જાડેજાએ છેલ્લી ઓવરમાં ટાવરિંગ સિક્સ ફટકારી CSKની જીત નિશ્ચિત કરી હતી.
- - - - - - - - - Advertisement - - - - - - - - -