Rishi Sunak Latest Post: બ્રિટિશ વડાપ્રધાન ઋષિ સુનકે ગયા શનિવારે તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પરિવાર સાથેનો ફોટો શેર કર્યો હતો. જે ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ ફોટોમાં તેના હાથમાં ફિલ્મની ટિકિટ પણ જોવા મળી હતી.જેના દ્વારા તેણે લોકોને કહ્યું છે કે તે 'ઓપેનહાઇમર' અને 'બાર્બી'માંથી પહેલી ફિલ્મ કઈ જોવાના છે.


PM ઋષિ સુનકે પરિવાર સાથે 'બાર્બી' જોઈ


ઋષિ સુનકે આ તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તેઓ ગ્રે સ્વેટરમાં જોવા મળ્યા હતા. ત્યારે તેમની પત્ની અને દીકરીઓ પિંક આઉટફિટમાં જોવા મળ્યા હતા.ઋષિ સુનક તેની પત્ની અક્ષતા મૂર્તિ અને પુત્રીઓ કૃષ્ણા અને અનુષ્કા સાથે માર્ગોટ રોબી સ્ટારર ફિલ્મ 'બાર્બી' જોવા માટે થિયેટરોમાં પહોંચ્યા હતા. આ ફોટો પોસ્ટ કરતા ઋષિએ કેપ્શનમાં લખ્યું - "પરિવારનો મત માત્ર એક જ દિશામાં જઈ રહ્યો હતો... બાર્બી સૌથી પહેલા.."






યુઝરના સવાલ પર બ્રિટિશ પીએમ ઋષિ સુનકે આપ્યો હતો આ જવાબ 


તે જ સમયે  એક યુઝરે ઋષિની આ પોસ્ટ પર ટિપ્પણી કરી અને પૂછ્યું કે તે તેના પરિવાર સાથે ઓપેનહાઇમરને કેમ નહી જુવે. જેનો જવાબ આપતા ઋષિ સુનકે લખ્યું- 18 વર્ષથી નાના બાળકો માટે ઓપેનહાઇપર નથી. આ ફિલ્મ દુનિયાના પહેલા પરમાણુ બોમ્બ નિર્માતા ઓપેનહાઇમરની લાઈફ પર આધારિત છે. જેમાં ફિલ્મમાં સિલિઅન મર્ફી, એમિલી બ્લન્ટ, મેટ ડેમન, રોબર્ટ ડાઉની જુનિયર, ફ્લોરેન્સ પુગ અને રામી મલેક છે.






તમને જણાવી દઈએ કે હોલિવૂડ રિપોર્ટરના એક રિપોર્ટ અનુસાર 'બાર્બી'એ અમેરિકામાં રિલીઝના પહેલા દિવસે 70 મિલિયન ડોલરની કમાણી કરી છે. જે બાદ આ અઠવાડિયે અમેરિકામાં $150 મિલિયન અને વિશ્વભરમાં $120 મિલિયનની કમાણી થવાની આશા છે. મતલબ કે તે રવિવાર સુધીમાં $280 મિલિયનથી વધુની કમાણી કરી શકે છે.