અમેરિકાના લોસ એન્જલસ ખાતે આવેલા ‘ડોલ્બી થિયેટર’માં અતિપ્રતિષ્ઠિત એવો 91મો ઓસ્કર અવોર્ડ સમારંભ ચાલી રહ્યો છે. તેમાં ગ્રામ્ય ભારતમાં યુવતીઓની માસિકધર્મની સમસ્યા પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મને ‘બેસ્ટ ડોક્યુમેન્ટરી ફિલ્મ શોર્ટ સબ્જેક્ટ’નો પ્રતિષ્ઠિત ઓસ્કર અવોર્ડ મળ્યો છે.


25 વર્ષની ઈરાનિયન-અમેરિકન વિદ્યાર્થિની રાયકાએ બનાવેલી આ ફિલ્મનાં કો-પ્રોડ્યુસર ભારતીય પ્રોડ્યુસર એવાં ગુનીત મોન્ગા છે. ભારતે બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મ માટે મોકલેલી ફિલ્મ ‘વિલેજ રોકસ્ટાર્સ’ અગાઉથી જ ઓસ્કરની બહાર ફેંકાઈ ગઈ હતી.

બેસ્ટ એક્ટરઃ રામી મલેક (બોહેમિયન રાપ્સોડી)
બેસ્ટ એક્ટ્રેસઃ ઓલિવિયા કોલમેન (ધ ફેવરિટ)
બેસ્ટ ફોરેન લેંગ્વેજ ફિલ્મઃ રોમા (મેક્સિકો)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટ્રેસઃ રેજિના કિંગ (ઈફ બીલ સ્ટ્રીટ કુડ ટોક)
બેસ્ટ સપોર્ટિંગ એક્ટરઃ મહેરશાલા અલી (ગ્રીન બુક)
બેસ્ટ એનિમેટેડ ફીચર ફિલ્મઃ સ્પાઈડર-મેનઃ ઈન્ટુ ધ સ્પાઈડર-વર્સ
બેસ્ટ ઓરિજિનલ સ્ક્રીનપ્લેઃ ગ્રીન બુક
બેસ્ટ અડેપ્ટેડ સ્ક્રીનપ્લેઃ બ્લેકક્લાન્સમેન
બેસ્ટ ડોક્યુમેન્ટરી ફીચરઃ ફ્રી સોલો
બેસ્ટ લાઈવ એક્શન શોર્ટઃ સ્કિન
બેસ્ટ એનિમેટેડ શોર્ટઃ બાઓ
બેસ્ટ સિનેમેટોગ્રાફીઃ આલ્ફોન્સો ક્યુરોં (રોમા)
બેસ્ટ પ્રોડક્શન ડિઝાઈનઃ બ્લેક પેન્થર
બેસ્ટ કોશ્ચ્યુમ ડિઝાઈનઃ બ્લેક પેન્થર
બેસ્ટ હેર એન્ડ મેકઅપઃ વાઈસ
બેસ્ટ સાઉન્ડ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી
બેસ્ટ સાઉન્ડ મિક્સિંગઃ બોહેમિયન રાપ્સોડી
બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સઃ ફર્સ્ટ મેન
બેસ્ટ એડિટિંગઃ બોહેમિયન રાપ્સોડી