જીવતા જીવ તરસતા રહ્યા, નિધન બાદ કાદર ખાનને મળ્યું આ મોટું સન્માન
કાદર ખાનનાં માતા-પિતાનાં તલાક થયા અને કાદર ખાન સાવકા પિતા સાથે ગરીબીમાં ઉછર્યા. મુશ્કેલીઓમાં તેમણે મુંબઈમાં સીવિલ એન્જીનિયરિંગ કર્યું અને ત્યારબાદ બાળકોને ભણાવવા લાગ્યા. કાદર ખાન ઘણા ઉમદા એક્ટર હતા. પડદા પર તેમની અને ગોવિંદાની જોડીને દર્શકોએ ઘણી જ પસંદ કરી છે, જેમાં ‘દરિયા દિલ’, ‘રાજા બાબુ’, ‘કુલી નંબર-1’, ‘છોટે સરકાર’, ‘આંખે’, ‘તેરી પાયલ મેરે ગીત’, ‘આંટી નંબર-1’, ‘હીરો નંબર-1’, ‘રાજાજી’ અને ‘નસીબ’ જેવી ફિલ્મો સામેલ છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકાદર ખાન અફઘાનિસ્તાનનાં કાબુલમાં જન્મ્યા હતા. એક ઇન્ટરવ્યૂમાં કાદર ખાને જણાવ્યું હતુ કે, “મારી પહેલા માને 3 દીકરા થયા, પરંતુ ત્રણેયનાં મોત લગભગ 8 વર્ષની ઉંમર સુધી આવતા આવતા થયા. ત્યારબાદ ચોથા નંબર પર મારો જન્મ થયો. મારા જન્મ પછી મારી માતાએ મારા પિતાને કહ્યું કે આ જમીન મારા દીકરાઓ માટે માફક નથી આવી રહી અને ત્યારબાદ મારો પરિવાર મુંબઈ આવી ગયો.”
નવી દિલ્હીઃ અનેક ફિલ્મોને પોતાની એક્ટિંગ અને લેખન કાર્યથી દમદાર બનાવનાર કાદર ખાનને ભારત સરકારે પદ્મશ્રી પુરસ્કાર આપવાની જાહેરાત કરી છે. કાદર ખાનનું નિધન એક મહિના પહેલા 31 ડિસેમ્બરે થયું હતું. કાદર ખાનને જીવતા જીવ તો ક્યારેય કોઈ પુરસ્કારથી નવાજવામાં ન આવ્યા. તેમણે 200થી વધારે ફિલ્મોમાં કામ કર્યું છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -