મોટા ભાગે શિયાળું સત્ર નવેંબરના ચોથા અઠવાડીયે શરૂ થાય છે. અને ડિસેંબરના ચોથા અડવાડીયા સુધી ચાલુ રહેતુ હોય છે. સરકાર આ વખતે બજેટ સત્રને પરંપરાથી હટીને જાન્યુઆરીના અંતિમ સપ્તાહમાં બોલાવશે.
સરકાર ઇચ્છી રહી છે કે, બજેટ સત્ર ફેબ્રુઆરીના પહેલા સપ્તાહમાં રજૂ કરવામાં આવે. અને આ પ્રક્રિયા 31 માર્ચ પહેલા પુરી કરી લેવામાં આવે, જેથી કરીને આવતા વર્ષેની યોજનાઓ માટે ફાળવણી ફેબ્રુઆરીમા જ કરી દેવામાં આવે. અત્યાર સુધી બજેટ સત્ર ફેબ્રુઆરીના અંતિમ સપ્તાહમાં જ બોલવવામાં આવ્યા છે. અને બજેટ સત્ર મે મહિનામાં પુરું થાય છે. સરકાર પહેલેથી જ આ નિર્ણય કરી ચુકી છે કે, રેલવે બજેટ અલગથી રજૂ નહી કરવામાં આવે. પરંતુ આ બજેટમાં જ કરવામાં આવશે.