પ્રિયંકાના આ દુલ્હનના લુકને અનેક લગ્નોમાં કોપી પણ કરવામાં આવ્યો. હાલમાં જ સોશિયલ મીડિયા પર એક પાકિસ્તાની એક્ટ્રેસના લગ્નની તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં એક્ટ્રેસના લુકને લોકો પ્રિયંકા ચોપરાની કોપી ગણાવી રહ્યા છે.
પાકિસ્તાનની અભિનેત્રી ઇકરા અઝીઝે તાજેતરમાં તેના બૉયફ્રેન્ડ યાસિર હુસૈન સાથે નિકાહ કર્યા હતા. આ નિકાહની વિધિ અને રિવાજની તસવીરો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. પરંતુ જેવો ઇકરાનો બ્રાઇડલ લૂક સામે આવ્યો કે લોકોએ પ્રિયંકાના બ્રાઇડલ લૂકની નકલ કરવા પર તેને ટ્રોલ કરવાની શરૂઆત કરી દીધી હતી.
નોંધનીય છે કે પ્રિયંકાનો બ્રાઇડલ લૂક લોકોને ખૂબ પસંદ આવ્યો હતો. તાજેતરમાં લગ્નના બંધનમાં બંધાયેલી ટીવી એભિનેત્રી મોના સિંહે પણ પોતાના લગ્નમાં પ્રિયંકા ચોપડા જેવો જ બ્રાઇડલ લૂક પસંદ કર્યો હતો. જ્યારે ગત મહિને લગ્ન કરનારી બબીતા ફોગાટે પણ પોતાના લગ્નમાં લાલ રંગ પસંદ કર્યો હતો.