મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ આલિયા ભટ્ટ પર પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે ચોરીનો આરોપ લગાવ્યો છે. પાક એક્ટ્રેસનું સોન્ગ ચોરવાનો આરોપ લગાવ્યો છે. આલિયા ભટ્ટે પરાડા સોન્ગથી પોતાના મ્યૂઝિક વીડિયો ડેબ્યૂ કર્યુ હતુ. આ ડાન્સ નંબરને ફેન્સ સહિત બૉલીવુડ સેલેબ્સે પણ ખુબ પસંદ કર્યુ હતુ.

પણ હવે પાકિસ્તાની એક્ટ્રેસ મેહવિશ હયાતે પરાડા સોન્ગને લઇને આલિયા ભટ્ટ પર ચોરીનો આરોપ લગાવ્યો છે. મેહવિશ હયાત પાકિસ્તાની ગીતો ચોરવાનો આરોપ લગાવ્યો છે.



મેહવિશ હયાતનો દાવો છે કે, આલિયા ભટ્ટનું પરાડા સોન્ગ પાકિસ્તાની આલ્બમ 'વાઇટલ સાઇન'ના 'ગોરે રંગ કા જમાના...'થી મેચ થાય છે, બન્ને ગીતોમાં સમાનતાઓની વાત પહેલા ટ્વીટર યૂઝર્સે ઉઠાવી.


બાદમાં મેહવિશ હયાતે બૉલીવુડ નકલનો આરોપ લગાવતા ટ્વીટ કરીને લખ્યું કે, ''આ ખુબ જ વિચિત્ર છે, એકબાજુ બૉલીવુડ દરેક વાતે પાકિસ્તાનને ગાળો આપે છે, તિરસ્કાર કરે છે, બીજીબાજુ તે સતત અમારા ગીતો ચોરી રહ્યું છ. કૉપીરાઇટ ઉલ્લંઘન અને રૉયલ્ટી ચૂકવણીથી તેમને કોઇ મતલબ જ નથી.''