ભારતને હરાવવા આ દિગ્ગજ આફ્રિકન ખેલાડીઓને આપશે બેટિંગની ટિપ્સ, આવતા મહિને છે મેચો, જાણો વિગતે
abpasmita.in | 28 Aug 2019 12:15 PM (IST)
સાઉથ આફ્રિકા ક્રિકેટ અનુસાર, પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનર ટી20 સીરીઝ માટે સહાયક બેટિંગ કૉચ તરીકે કામ કરશે, જોકે, બધા ફોર્મેટ માટે હજુ અવેલેબલ નથી
જોહાનિસબર્ગઃ ભારતીય ટીમ આવતા મહિને ભારતમાં સાઉથ આફ્રિકન ટીમ સામે ટકરાવવાની છે. આ પહેલા સાઉથ આફ્રિકન ક્રિકેટ બોર્ડે ભારતને હરાવવા કમર કસી છે. પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનરને બેટિંગ કૉચ તરીકે નિમણૂંક કરવામાં આવ્યો છે. એટલે કે ભારત સામેની સીરીઝ માટે લાન્સ ક્લૂસનર આફ્રિકન બેટ્સમેનોને બેટિંગ ટિપ્સ આપશે. ક્રિકેટ દક્ષિણ આફ્રિકાએ ક્લૂસનરની સાથે પૂર્વ ફાસ્ટ બૉલર વિન્સેન્ટ બર્નેસને સહાયક બૉલિંગ કૉચ પણ બનાવ્યો છે. ઉપરાંત જસ્ટિન ઓનટૉંગને સહાયક ફિલ્ડીંગ કૉચની જવાબદારી સોંપવામાં આવી છે. Created with GIMP સાઉથ આફ્રિકા ક્રિકેટ અનુસાર, પૂર્વ ઓલરાઉન્ડર લાન્સ ક્લૂસનર ટી20 સીરીઝ માટે સહાયક બેટિંગ કૉચ તરીકે કામ કરશે, જોકે, બધા ફોર્મેટ માટે હજુ અવેલેબલ નથી. ભારતીય ટીમ સાઉથ આફ્રિકન ટીમ સામે આવતા મહિને (સપ્ટેમ્બરમાં) 15 થી 22 સપ્ટેમ્બર વચ્ચે ત્રણ ટી20 મેચો રમશે. પછી ત્રણ ટેસ્ટ પણ રમવાની છે.