નવી દિલ્હીઃ પાકિસ્તાની ફેમસ એક્ટ્રેસ નાદિયા જમીલ સાહસની એક અદભૂત મિશાલ છે. આજકાલ તે બે-બે ગંભીર બિમારીઓ સામે ઝઝૂમી રહી છે.

ધ ન્યૂઝના શનિવારના એક રિપોર્ટ અનુસાર અવ્વલ દર્જાની હીરોઇન નાદિયા જમીલ બાળકોની ભલાઇ માટે સમાજવાદી પ્રયાસોમાં જોડાઇ રહી છે, અને તેને ખુબ ઉપલબ્ધિઓ તથા શોહરત મેળવી છે. ટેલિફિલ્મ્સ 'બેહદ'માં ભૂમિકા ભજવી ચૂકેલી અભિનેત્રી અદભૂત સાહસની સાથે બિમારીઓ સામે ઝઝૂમી રહી છે.

રિપોર્ટમાં કહેવાયુ છે કે, નાદિયા જમીલને ચક્કર આવવા અને મિરગીની બિમારી છે, આ બન્ને બિમારીઓ એકસાથે હોવાથી નાદિયા ગંભીર પરિસ્થિતિમાં મુકાઇ ગઇ છે.



નાદિયા જમીલએ એક ટ્વીટ કરીને પોતાની પરિસ્થિતિ વિર્ણવી, લખ્યું કે, "હું મિરગી અને ચક્કરની બિમારીથી પીડિત છું, આ જીવનનું જોખમ નથી, પણ ક્યારેક ક્યારેક જિંદગી માટે પડકારરૂપ બની શકે છે. મને આજુબાજુની વસ્તુ ફરતી દેખાય છે, ઊંઘ ઓછી આવે છે, ગભરામણ થાય છે. પ્રકાશ અને મોટા અવાજથી બીક લાગે છે, જોકે આ બધુ ચાલ્યા કરે છે."