નવી દિલ્હીઃ જમ્મુ કાશ્મીરમાં આર્ટિકલ 370 હટાવ્યા બાદથી જ પાકિસ્તાન રઘવાયું થયું છે. સોશિયલ મીડિયા પર માત્ર પાકિસ્તાની નેતા જ નહીં પરંતુ ત્યાંની સેલિબ્રિટી પણ રઘવાયા થયા છે. પાકિસ્તાન સેલેબે ઇન્ડિયા અને બોલિવૂડ વિરૂદ્ધ જેમતેમ નિવેદનો આપવાના શરૂ કર્યા છે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જે પાકિસ્તાની વીડિયો જોકી, વકાર ઝકાએ બનાવ્યો છે. તેણે પોતાના વીડિયોમાં પાકિસ્તાની વડાપ્રધાનથી પાકિસ્તાનમાં ભારતીય એક્ટર્સના બિલબોર્ડ હટાવવાની માગ કરી છે. સાથે જ મલ્ટીનેશનલ કંપનીઓને ધમકી આપતા કહ્યું છે કે જો તેઓ પાકિસ્તાનમાં બિઝનેસ કરવા માગે છે તો ભારતીય કલાકારોને પ્રચાર કરવા માટે અપ્રોચ ન કરે. વકારે કહ્યું કે તેણે એકવાર દીપિકાને મેકઅપ વગર જોઈ તો તેને ઉલ્ટી થવા લાગી હતી. તો દેસી ગર્લ પ્રિયંકાને જોઈને તેને પોતાના પર વિશ્વાસ ન આવ્યો કે આ કોણ છે?


આ વીડિયો જ્યારે સોશિયલ મીડિયામાં સામે આવ્યો તો ભારતીય યૂઝર્સ ભડક્યા અને વકારને ખરાબ રીતે ટ્રોલ કરી દીધો. એક યૂઝરે લખ્યું કે, ‘આમનાથી દેશ સંભાળાતો નથી, લોકો ભૂખ્યા મરી રહ્યા છે બસ કોઈ આમની પાસે વાતો કરાવો’ તો બીજા યૂઝરે લખ્યું છે કે, ‘ઠીક હૈ ભાઈજાન, અમે ભલે સુંદર નથી, પરંતુ તમારી જેમ ભિખારી તો નથી જ’.