શોમાં જ્યારે પંકજ ત્રિપાઠીને પૂછવામાં આવ્યું કે, શું એ સાચું છે કે તમે છોકરાઓની હોસ્ટેલમાં પત્નીને સાથે રાખતા હતા. ત્યારે પંકજે કહ્યું, હા. પછી પૂછ્યું કે, તમારી પત્ની મૂછો રાખતી હતી? ત્યારે સેટ પર હાસ્યનું મોજું ફરી વળ્યું. પંકજ ત્રિપાઠીએ કહ્યું, “મારી પત્નીએ ક્યારેય મૂછો નહોતી લગાવી.
પંકજે કહ્યું કે, સમસ્યા એ હતી કે છોકરાઓની હોસ્ટેલ હતી એટલે છોકરીઓને આવવાની મંજૂરી ન હતી. પરંતુ NSD પાસ કરતાં પહેલા મારા લગ્ન થઈ ગયા. મેં ગુપચુપ રીતે મારી પત્નીને મારા રૂમમાં રાખી હતી. સામાન્ય રીતે બોય્ઝ હોસ્ટેલમાં છોકરાઓ ઓછા કપડાં પહેરીને ફરતા હોય છે. પરંતુ જ્યારે ખબર પડી કે મારી પત્ની સાથે રહે છે તો તેઓ સભ્યતાથી રહેવા લાગ્યા. જો કે, આ બાબત લાંબો સમય સુધી છુપાવી ના શકાઈ અને વોર્ડનને ખબર પડી ગઈ.”
પંકજે આગળ જણાવ્યું કે, અભ્યાસ દરમિયાન તેઓ એક અઠવાડિયું જેલમાં પણ રહી ચૂક્યા છે. આ વાત સાંભળીને બધા ચોંકી ગયા. પંકજે કહ્યું, “એ દિવસોમાં હું સ્ટુડન્ટ રાજકારણમાં સક્રિય હતો. મને માત્ર જેલ નથી થઈ, મને માર પણ પડ્યો હતો. પોલીસે ખૂબ માર માર્યો” પંકજની આ નિખાલસ કબૂલાત સાંભળીને સૌ કોઈ હસવા લાગ્યા.