નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ કંગના રનૌતે હાલમાં જ એક ઇવેન્ટમાં બોલ્ડ મુદ્દાઓ પર ખુલીનો પોતાનો પક્ષ રાખ્યો હતો. કંગનાને રિલેશનશિપને લઈને એક સવાલ પર કહ્યું કે, લોકોએ એકથી વધારે સેક્સ પાર્ટનર ન રાખવા જોઈએ, અને ટીનેજર્સે સુરક્ષિત સેક્સ પર ફોકસ કરવું  જોઈએ. પિંકવિલાના એક રિપોર્ટ અનુસાર કંગનાએ કહ્યું કે, પાર્ટનર બદલવું સારી વાત નથી, તે તમારી સિસ્ટમ બગાડશે. પાર્ટનર ન બદલવાને લઈને ગાઢ વિજ્ઞાન છે, જે એ વાત દર્શાવે છે કે તેના ઘાતક પરિણામ આવે છે. તેણે કહ્યું કે લોકોએ એકથી વધારે સેક્સ પાર્ટનર ન રાખવા જોઈએ. અને ટીનેજર્સે સૅફ સેક્સ પર ફોકસ કરવું જોઈએ. તેણે કહ્યું કે સેક્સને લઈને ઘણાં પ્રકારના વિચારો છે, પણ આ બધું મિક્સ કરીને ગંદું કૉકટેલ બની ગયું છે. કંગનાએ જણાવ્યું તે પરદાદા-પરદાદીને થાળીઓ પર એક્સચેંજ કરાયા હતા, અને તેમને કહેવામાં આવ્યું હતું કે આ તમારા પતિ અને તમારી પત્ની છે. તેનાથી તમારા સેક્સુઅલી ઈમોશન્સ સંપૂર્ણ રીતે એ જ શખ્સ તરફ ટ્રાન્સફર થવાનું શરૂ કરે છે. પિંકવિલા અનુસાર કંગનાએ કહ્યું કે, "સેક્સ દરેકની લાઈફનો એક મહત્વનો હિસ્સો છો, પરંતુ જ્યારે પણ તમને સેક્સની જરૂરિયાત ઉદ્દભવે તમારે કરવું જોઈએ. તેનાથી ઑબ્સેસ્ડ થવાની જરૂર નથી." કંગનાએ કહ્યું કે મહત્તમ લોકોના પેરેન્ટ્સ વિચારે છે કે આપણા પવિત્ર પુસ્તકો આપણને સેક્સની અનુમતી નથી આપતી. પરંતુ એવું નથી. બ્રહ્મચારી લોકો પોતાની સેક્સુઅલ એનર્જી બીજી કોઈ ઊર્જામાં બદલવાની તરકીબો અજમાવે છે.