કોંગ્રેસે છમાંથી ચાર બેઠકના ઉમેદવાર જાહેર કર્યા છે. અમરાઈવાડી બેઠક પરથી ધર્મેન્દ્ર પટેલ, લુણાવાડા બેઠક પર ગુલાબસિંહ ચૌહાણ, થરાદ ગુલાબસિંહ રાજપૂત, બાયડથી જશુ પટેલને ટીકિટ ફાળવવામાં આવી છે. કોંગ્રેસ રાધનપુર બેઠક પર ઉમેદવારની સત્તાવાર જાહેરાત નહીં કરે તેવું જાણવા મળ્યું છે. કોંગ્રેસ ઉમેદવારને સીધો જ મેન્ડેટ આપશે.
ભાજપે મોડી રાત્રે જાહેર કરેલા ઉમેદવારોમાં થરાદ બેઠક પરથી જીવરાજભાઇ પટેલ, રાધનપુર બેઠક પરથી અલ્પેશ ઠાકોર, ખેરાલુ બેઠક પરથી અજમલભાઇ ઠાકોર, બાયડ બેઠક પરથી ધવલસિંહ ઝાલા, અમરાઇવાડી બેઠક પરથી જગદીશભાઇ પટેલ, લુણાવાડા બેઠક પરથી જીજ્ઞેશભાઇ સેવકના નામ જાહેર કરવામાં આવ્યા છે.
ઉલ્લેખનીય છે કે, સોમવારે વિજય મુહૂર્તમાં આ ઉમેદવારો ફોર્મ ભરશે. ઉમેદવારોના નામ જાહેર કરાયા છે, તેમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોરનું નામ પણ સામેલ છે. સોમવારે ઉમેદવારી ફોર્મ ભરવાની અંતિમ તારીખ છે. 21મી ઓક્ટોબરે વિધાનસભાની ખાલી પડેલી બેઠકો પર પેટા ચૂંટણી યોજાવાની છે.