નવી દિલ્હીઃ નાગરિકતા સંશોધન કાયદો (સીએએ) અને રાષ્ટ્રીય નાગરિકતા રજિસ્ટર (એનઆરસી) પર ચાલી રહેલ વિવાદની વચ્ચે અનેક બોલિવૂડ સ્ટાર તેના પર પોતાનો મત વ્યક્ત કરી રહ્યા છે. આ મામલે બોલિવૂડ એક્ટર પરેશ રાવલનું એક ટ્વીટ કર્યું છે, જે ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. પોતાના આ ટ્વીટમાં તેમણે લખ્યું કે, તમારે એ સાબિત કરવાનું છે કે તમારા પિતા હિંદુસ્તાનના છે. તેમના આ ટ્વીટ પર લોકોની ખૂબ પ્રતિક્રિયા મળી રહી છે.

પરેશ રાવલે ટ્વીટમાં લખ્યું કે, ‘દોસ્તો તમારે તે સાબિત નથી કરવાનું કે હિન્દુસ્તાન તમારા બાપનું છે, પરંતુ તમારે એવું સાબિત કરવાનું છે કે તમારો બાપ હિન્દુસ્તાનનો છે.’ હવે પરેશ રાવલે આ વાત કહી પછી સોશિયલ મીડિયા પર એક નવો જ સિલસિલો શરૂ થયો છે. વિવાદ થવાની પણ પુરી શક્યતા દર્શાવવામાં આવી રહી છે.


તો આ તરફ બીજી પણ એક વાત છે કે, સોમવારે નસીરુદ્દીન શાહ, મીરા નાયર, ગાયક ટી.એમ.કૃષ્ણા જેવા એક બે નહીં પણ 300થી વધુ હસ્તીઓ આ CAA અને NRCનો વિરોધ કરતા વિદ્યાર્થીઓના નામે એક ખુલ્લો પત્ર જાહેર કર્યો છે.

એ વાતતો સ્પષ્ટ છે કે સીએએ અને એનઆરસીને લઈને માત્ર સામાન્ય લોકો જ નહીં પરંતુ બોલિવૂડ સ્ટાર પણ બે ભાગમાં વહેંચાઈ ગયા છે. એક ભાગ તેના સમર્થનમાં છે તો બોજી ભોગ સીએએ અને એરઆરસીનો વિરોધ કરી રહ્યા છે. એવામાં પરેશ રાવલ ઘણાં લાંબા સમયથી તેના સમર્થનમાં પોતાની વાત સોશિયલ મીડિયામાં રાખી રહ્યા છે.