- અલ્પ પોષણ ધરાવતા 74 ટકાથી વધુ બાળકોમાં તાવ, ત્વચા પર ચકામા, સતત પેટમાં દુઃખાવા જેવી તબીબી સમસ્યાઓ જોવાઈ હતી. આ તારણની મદદથી શાળાઓ બાળકોના પોષણ પાછળ પોતાના સંસાધનોનો કાર્યક્ષમ ઉપયોગ કરી શકશે.
- 43 ટકાથી વધુ વિદ્યાર્થીઓમાં દાંતને લગતી સમસ્યાઓ જોવાઈ હતી. શાળાઓ વ્યક્તિગત ધોરણે વિદ્યાર્થીઓની ફાઈલમાં આ માહિતી રાખે છે, આ આંકડાઓના સંકલનની મદદથી શાળાઓ નિયમિત ધોરણે આ ક્ષેત્રોમાં તબીબી સંસાધનો ઉપલબ્ધ બનાવવા સક્ષમ બનશે.
- 200 વિદ્યાર્થીઓને એલર્જીસ હોવાનું નોંધાયું. મોટાભાગના માતાપિતા( મુખ્યત્વે ગ્રામીણ વિસ્તારોના)ને ખ્યાલ નથી હોતો કે એલર્જીસ એ ચિંતાનો વિષય છે અને તે માટે તબીબી સંભાળ જરૂરી છે. આ લોકોને તેની ગંભીરતા વિશે સમજ અપાઈ અને તેની તરફ ધ્યાન આપવું જરૂરી હોવાનું સમજાવાયું હતું.
ગુજરાત સહિત દેશના મોટાભાગના વિદ્યાર્થીઓને તેમના બ્લડ ગ્રૂપની ખબર જ નથી, 40 ટકા વિદ્યાર્થીઓમાં દાંતને લગતી સમસ્યા
એબીપી અસ્મિતા વેબ ટીમ | 27 Jan 2020 11:01 PM (IST)
વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી માહિતીની નોંધણી તથા તેની જાળવણી કરી તેમને યોગ્ય સંસાધનો કે ઉકેલો ઉપલબ્ધ બનાવવાની કામગીરીમાં શાળાકીય સ્તરે મોટી ઉણપ.
અમદાવાદઃ બાળકોના આરોગ્ય અને તંદુરસ્તીને કેન્દ્રમાં રાખતા યુવા અને અત્યંત ઝડપથી વિકસી રહેલા સ્ટાર્ટઅપ વીક્યુરાએ ઘોષણા કરી હતી કે તેના પ્લેટફોર્મ સાથે અત્યાર સુધીમાં 10,000 લોકો જોડાયા છે. જે પૈકીનો મોટો હિસ્સો એટલે કે 75 ટકા, ગુજરાતની શાળાઓના વિદ્યાર્થીઓનો છે. આ અંગે માહિતી આપતા વીક્યુરાના સ્થાપક ધિરજ શર્માએ જણાવ્યું હતું કે આપણાં દેશના માતાપિતા કે શિક્ષકો આરોગ્યની સંપૂર્ણ સમજને પ્રાથમિકતા નથી આપતાં. વિદ્યાર્થીઓના આરોગ્યને લગતી માહિતીની નોંધણી તથા તેની જાળવણી કરી તેમને યોગ્ય સંસાધનો કે ઉકેલો ઉપલબ્ધ બનાવવાની કામગીરીમાં શાળાકીય સ્તરે મોટી ઉણપ હોવાનું અમે અનુભવ્યું છે. 10,000 વિદ્યાર્થીઓની નોંધણી બાદ શાળાઓ સાથે વહેંચવામાં આવેલા કેટલાંક મહત્વના તારણો અહીં દર્શાવાયા છે.