પરેશ રાવલે પોતાના ટ્વીટમાં ટિકટોક બંધ કરવાની માગ કરતાં લખ્યું કે, ‘બેન ટિકટોક.” પરેશ રાવલ પહેલા અનેક સેલેબ્સ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી ચૂક્યા છે. જાણીતા ટિકટોક સ્ટાર ફૈઝલ સિદ્દીકીનો વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયા પર લોકોએ ટિકટોક પર પ્રતિબંધ કરવાની માગ કરી છે.
તમને જણાવીએ કે, પરેશ રાવલે ઉપરાંત એક્ટ્રેસ પાયલ રોહતગીએ પણ ટિકટોક પર પ્રતિબંધની માગ કરી છે. જ્યારે રાષ્ટ્રીય મહિલા પંચની અધ્યક્ષ રેખા શર્મીએ પણ ટિકટોક પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવાની માગ કરી છે. રેખા શર્માએ પોતાના ટ્વીટમાં લખ્યું, “હું એ વાતની પ્રબળ પક્ષધર છું કે ટિકટોક પર પૂરી રીતે પ્રતિબંધ લગાવવામાં આવવો જોઈએ અને આ ભારત સરકારને મોલવામાં આવશે. તેમાં માત્ર વાંધાજનક વીડિયો જ નથી પરંતુ આ યુવાઓને બિનકાર્યક્ષમ જીવન તરફ ધકેલી રહ્યું છે. જ્યાં માત્ર કેટલાક ફોલોઅર્સ માટે જીવવીમાં આવે છે અને મરવા માટે પણ તૈયાર છે.