સંક્રમણથી બચવા માટે વિશેષ માસ્ક તૈયાર
ઇઝરાયલની કંપનીએ કોરોના વાયરસ માસ્ક વિકસિત કર્યું છે. સંક્રમણથી બચવવા માટે આ વિશેષ ડિવાઈસ છે. રિમોટ કન્ટ્રોલ દ્વારા માસ્ક પહેરનારા તેને ચલાવી શકશે. ખાવાનું ખાવા માટે માસ્ક ઉતારવાની જરૂરત નહીં રહે. કંપનીનો દાવો છે કે, આ ડિવાઈસને લગાવીને રેસ્ટોરન્ટ જવાનું જોખમ ઓછું કરી શકાય છે. ચમચી જ્યારે મોઢા પાસે લઈ જવામાં આવશે ત્યારે માસ્ક આપોઆપ ખુલી જશે. જોકે માસ્ક ઉતાર્યા વગર આઇસક્રીમ ખાઈ નહીં શકાય.
ખાવ માટે ઉતારવાની જરૂરત નહીં રહે
ઇઝરાયલે કોરોના વાયરસ સંક્રમણના કેસમાં ઘટાડો આવ્યા બાદ માર્કેટ ખોલ્યા છે. રેસ્ટોરન્ટને એ શરત પર ખોલવાની મંજૂરી આપવામાં આવી છે કે ત્યાંથી ખાસ સમય સુધી જ ખાવાનું લઈ જઈ શકાશે. કંપનીનો દાવો છે કે, વાયરસ વિરૂદ્ધ ડિવાઈસ સુરક્ષિત ઉપકરણ છે. ડિવાઇસ તમને આજુબાજુ બેસેલા લોકોથી સુરક્ષા આપશે. આવનારા મહિનામાં માસ્કનું મોટા પાયે ઉત્પાદન શરૂ કરવામાં આવશે.