Parineeti-Raghav Wedding Video: પરિણીતી ચોપરા અને રાઘવ ચઢ્ઢાના લગ્નનો પહેલો વીડિયો સામે આવ્યો છે. અભિનેત્રીએ પોતે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેના લગ્નના દિવસનો એક સુંદર વીડિયો પોસ્ટ કર્યો છે. ખાસ વાત એ છે કે આ એક મ્યુઝિકલ વીડિયો છે જેમાં પરિણીતીએ પોતે રાઘવ માટે ગીત ગાયું છે.


તમને જણાવી દઈએ કે, પરિણીતી અને રાઘવે તેમના લગ્ન અને તેનાથી સંબંધિત તમામ ફંક્શન્સને ખૂબ જ ખાનગી રાખ્યા હતા. લગ્નની ક્લિપ કે ફોટો ક્લિક કરવાની કોઈને મંજૂરી નહોતી. જો કે લગ્ન બાદ આ કપલે સોશિયલ મીડિયા પર ખાસ તસવીરો પોસ્ટ કરી હતી. હવે પરિણીતીએ તેના લગ્નના દિવસનો એક વીડિયો શેર કર્યો છે, ફેન્સ તેને ખૂબ પસંદ કરી રહ્યાં છે.  






પરિણીતી  વરઘોડામાં રાઘવનો અંદાજ જોઇને ખુદને રોકી શકી ન હતી.


 અભિનેત્રી હોવા ઉપરાંત પરિણીતી ચોપરા એક સારી ગાયિકા પણ છે. તેના લગ્ન પ્રસંગે, અભિનેત્રીએ પોતે તેના પતિ માટે 'ઓ પિયા' ગીત ગાયું હતું. વીડિયોની વાત કરીએ તો આમાં એક્ટ્રેસ રાઘવ ચઢ્ઢાને જોઇને  ખુશીથી બૂમો પાડતી જોઈ શકાય છે. પરિણીતી તેના લગ્નની જાનને  જોઈને રાઘવને ફોન કરતી જોવા મળે છે. પરિણીતી બૂમો પણ પાડે છે, 'ઓહ માય ગોડ,ઇટસ હેપનિંગ .' આ સિવાય પરિણીતીનું  રાઘવથી છુપાવવું પણ જોઈ શકાય છે. પોતાના વરથી છુપાઈને અભિનેત્રી કહે છે- 'તે માત્ર મારી તરફ જોઈ રહ્યો છે સો ડોન્ટ મૂવ.                   


અભિનેત્રીએ આપી ફ્લાઈંગ કિસ


આ વીડિયોમાં પરિણીતીને જયમાલા માટે રાઘવ ચઢ્ઢા તરફ આવતી જોઈ શકાય છે. આ દરમિયાન જ્યારે પરિણીતી તેને ફ્લાઈંગ કિસ કરે છે, ત્યારે રાઘવ તેને ઈશારા કરે છે અને કહે છે કે તે ખૂબ જ સુંદર લાગી રહી છે. વીડિયોમાં કપલના ફેરા અને સિંદૂર દાનની ઝલક પણ બતાવવામાં આવી છે. આ દરમિયાન રાઘવ તેની કન્યાને તેના કપાળ પર ચુંબન કરતો જોઈ શકાય છે.