પ્રિયંકા ચોપડાનું કન્યાદાન તેની માતા નહીં પણ આ દંપતિ કરશે, જાણો વિગત
નોંધનીય છે કે, પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નનું આયોજન જોધપુરના ઉમેદભવનમાં ગોઠવાયુ છે. મીડિયા રિપોર્ટના મતે આ કપલના લગ્નનો કાર્યક્રમ 30 નવેમ્બરથી લઇ 3 ડિસેમ્બર સુધી રખાયો છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appલગ્ન બન્નેના રીતરિવાજો પ્રમાણે થશે, પહેલા ક્રિશ્ચિયન પરંપરા અને બાદમાં હિન્દુ ધાર્મિક રીતરિવાજે થશે. હિન્દુ રીતરિવાજોમાં કન્યાદાન સૌથી ખાસ પરંપરા છે તે કોણ કરશે તે પણ હવે બહાર આવી ચૂક્યુ છે.
મુંબઇઃ પ્રિયંકા ચોપડા અને નિક જોનસના લગ્નની વિધી શરૂ થઇ ગઇ છે. ગણેશ પૂજાની સાથે સાથે બીજા કેટલાક રીતરિવાજો પણ શરૂ થઇ ગયા છે અને ટુંકસમયમાં મહેંદી અને સંગીન સેરેમની માટે બન્ને જોધપુર પહોંચી ગયા છે.
રિપોર્ટ્સ છે કે, પ્રિયંકાનુ લગ્નમાં કન્યાદાન પરીણિતી ચોપડાના માતા-પિતા રીના અને પવન ચોપડા કરશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2013માં પ્રિયંકાના પિતા કર્નલ ડૉ. અશોક ચોપડાનું મૃત્યુ થયુ હતું, એટલે પ્રિયંકાના કાકા-કાકી જ કન્યાદાન કરશે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -