નવી દિલ્હી: કાર્તિક આર્યન, ભૂમિ પેડનેકર અને અનન્યા પાંડેની રોમેન્ટિક કૉમેડી ફિલ્મ ‘પતિ પત્ની અને વો’બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે. ફિલ્મે પહેલા વિકેન્ડ પર જ 36 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી હતી. પાંચમાં દિવસે પણ કોઈ ખાસ ઘટાડો આવ્યો નથી. દર્શકોને આ ફિલ્મ ખૂબ પસંદ આવી રહી છે.

ફિલ્મ ટ્રેડ એનાલિસ્ટ તરણ આદર્શ મુજબ પાંચમાં દિવસે સામાન્ય ઘટાડાની સાથે 5.35 કરોડ રૂપિયાની કમાણી કરી લીધી છે. આ પહેલા ફિલ્મ પ્રથમ દિવસે 9.10 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. પાંચ દિવસમાં કુલ 46.99 કરોડ રૂપિયાની કમાણી કરી છે.


એવામાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે આ ફિલ્મ છઠ્ઠા દિવસે 50 કરોડનો આંકડો પાર કરી જશે અને પ્રથમ અઠવાડિયામાં 55 કરોડની કમાણી કરી શકે છે.

ફિલ્મમાં કાર્તિક આર્યન ચિંટૂ ત્યાગીની ભૂમિકામાં છે, ભૂમિ પેડનેકર પત્ની અને અનન્યા પાંડે બહારવાળીના રોલમાં જોવા મળશે. આ ફિલ્મ 1978માં આવેલી સંજીવ કપૂર, વિદ્યા સિન્હા અને રંજીતા કૌરની ‘પતિ પત્ની અને વો’ની રિમેક છે. ફિલ્મને મુદસ્સર અજીજે બનાવી છે.