સોશિયલ મીડિયા પર રાખીના આ વીડિયોને યૂઝર્સ તરફતી અલગ અલગ પ્રતિક્રિયા મળી રહી છે. જ્યાં કેટલાક લોકો તેને આ માટે કારણ મપૂછી રહ્યું છે તો કેટલાક તેને ટિક ટોક વીડિયો હોવાના કારણે સીરિયસલી ન લેવાનું કહી રહ્યા છે.
રાખીના આ લેસેસ્ટ વીડિયોને જોયા બાદ અટકળો છે કે તેના અને તેના પતિની વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું નથી અને રાખી પોતાના લગ્નથી પરેશાન છે. ઉપરાંત રાખીએ વધુ એક વીડિયો ફેન્સ સાથે શેર કર્યો છે. આ વીડિયોમાં રાખી દિલ તુઝકો દિયા ફિલ્મનું ગીત થોડા સા પ્યાર વાગી રહ્યું છે. જ્યારે એક અન્ય વીડિયોમાં રાખી કહે છેકે, ભગવાન તેના સપનામાં આવ્યા હતા અને તેને કહ્યું, “મારા ફોલોઅર્સને મારા પ્રવચન સાંભળાવ જોઈએ. તેનાથી તે સ્વર્ગ જઈ શકશે.”
જણાવી દઇએ કે અગાઉ પણ રાખી આવા વીડિયો શેર કરી ચુકી છે. જેમાં તે ખૂબ જ ઉદાસ લાગી રહી હતી. જણાવી દઇએ કે 28 જુલાઇએ રાખી સાવંતે મુંબઇની JW Marriott હૉટલમાં ચુપચાપ લગ્ન કરી લીધાં હતાં.
આ સિક્રેટ વેડિંગને પહેલાં રાખીએ બ્રાઇડલ ફોટોશૂટ ગણાવ્યું હતુ. પરંતુ પછીથી તેણે NRI બિઝનેસમેન સાથે લગ્ન કર્યાનો ખુલાસો કરીને રાખીએ સૌકોઇને ચોંકાવી દીધાં હતા. ખીના પતિનું નામ રિતેશ છે. રાખીના પતિની કોઇ તસવીર પણ હજુ સુધી સામે નથી આવી. રાખીએ જણાવ્યું હતું કે રિતેશ મીડિયા સામે આવવા નથી માગતો.
રિતેશ બિઝનેસમેન છે, જેના કારણે તે સતત ટ્રાવેલ કરતો રહે છે. જો તે મીડિયા સામે આવશે તો દુનિયા તેને ઓળખી જશે અને તેના કારણે તેના કામ પર અસર કરશે. જણાવી દઇએ કે લગ્ન બાદ રાખી હવે બોલ્ડ કપડાં નથી પહેરતી કારણ કે તેના પતિને તે પસંદ નથી. ખુદ રાખીએ આ અંગે જણાવ્યું હતું.