નવી દિલ્હીઃ સોશિયલ મીડિયા પર સુપર એક્ટિવ રહેનાર એક્ટ્રેસ પાયલ રોહતગીએ મુંબઈ પોલીસે પર સવાલ ઉઠાવતા પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. પાયલનું કહેવું છે કે, મુંબઈ પોલીસે ટ્વિટર પર તેને બ્લોક કરી છે. તેણે મુંબઈ પોલીસની ફરિયાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને મેલ કરીને કરી છે.




પાયલે અમિત શાહને જે મેઈલ કર્યો હતો. તેમાં લખ્યું હતું કે, ֹ‘આશા કરું છું કે બધું સારુ થશે. તમને પરેશાન કરવા માટે માફી માંગુ છું. જોકે, આજે સવારે મારી ઓફિસમાંથી મને ખબર પડી કે મુંબઈ પોલીસે મારૂ વેરિફાઈડ એકાઉન્ટ બ્લોક કરીને રાખ્યું છે. એક પ્રોફેશનલ હોવાને લીધે તેઓ આવું ન કરી શકે. આ ખૂબ જ આંચકાજનક છે કે ટેક્સ આપતા નાગરિક સાથે આવું થયું છે.’



મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતાએ પણ પાયલનો સપોર્ટ કર્યો છે. જે માટે પાયલે તેમનો આભાર માન્યો હતો. જ્યારે વિવાદ વધી ગયો તો મુંબઈ પોલીસની ટ્વીટર ટીમે પાયલને અનબ્લોક કરતાં લખ્યું કે, ‘આવું ટેક્નિકલ સમસ્યાના કારણે થયું છે અને અમે આગળ માહિતી મેળવી રહ્યાં છે કે આવું શા માટે થયું’