નવી દિલ્હીઃ બોલિવૂડ એક્ટ્રેસ પાયલ રોહતગીએ ઉન્નાવ રેપ કેસ પર સવાલ ઉઠાવ્યા છે. પાયલે આરોપી ધારાસભ્ય કુલદીપ સેંગરનો બચાવ કર્યો છે. પાયલનો આરોપ છે કે કુલદીપ સેંગર ભાજપ ધારાસભ્ય છે, આ કારણે તેને જાણી જોઈને ફસાવવામાં આવી રહ્યા છે. ઇન્સ્ટાગ્રામ પર એક વીડિયોમાં પાયલે સમગ્ર ઘટના પર પોતાના મત વ્યક્ત કર્યો છે. જોકે આ વીડિયોને કારણે તેને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહી  છે.


આ વીડિયોમાં પાયલ રોહતગી કહે છે કે, 'તેને રેપ કેસની આ સંપૂર્ણ કહાની કોઇ ફિલ્મની સ્ટોરી લાગે છે. આજે સોશિયલ મીડિયાનાં આ સમયમાં આમ ખુલ્લેઆમ ગુંડાગીરી કોઇ કરી શકે નહીં. કારણ કે તે પહેલેથી જ જેલમાં હતો. એવું કરીને તે પોતાનાં ગળામાં જાતે જ ફાંસીનો ફંદો નાખી રહ્યો છે. ધારાસભ્ય કંઇ મુરખ થોડો છે જે પોતાંનાં પર મુસીબત આવવા દેશે.' તેણે આ વીડિયોમાં આ વાત સ્પષ્ટ કરી છે કે, ભાજપનાં લોકો વિરુદ્ધ ઘણા ષડયંત્રો થતા લાગે છે.



આ વીડિયોમાં તેણે સાક્ષી મિશ્રાનાં કેસનો ઉલ્લેખ કર્યો છે અને કહ્યું છે કે, મીડિયા તેને વધારે પડતું જ બતાવી રહી છે. પાયલનું કહેવું છે કે, મીડિયા દ્વારા એટલે વધુ કવર કરવામાં આવ્યું કારણ કે આ કેસ ભાજપનાં ધારાસભ્યની દીકરી સાથે જોડાયેલો છે. આ બંને મામલાનો ઉલ્લેખ કરતાં પાયલ કહે છે કે, આ બધુ જ ભાજપનાં લોકોને ફ્રેમ કરવાનું કાવતરુ લાગે છે.

આ વીડિયોમાં પાયલે મીડિયા ચેન્લસનાં એન્કર્સને 'અંકલ્સ એન્ડ આંટીઝ ઓફ ઇન્ડિયન મીડિયા' કહીને સંબોધિત કર્યા છે. પાયલ રોહતગીનાં આ વીડિયો પર ઘણી ભદ્દી કમેન્ટ્સ આવી છે.