પાટલે ટ્વીટ કરીને લખ્યું- જ્યાં દીપિકાના પિતાએ ભારત માટે ગોલ્ડ મેડલ જીત્યા. બીજી બાજુ દીપિકા ભારત તોડનારા લોકો સાથે ઉભી છે. અંતે દીપિકાએ એ સાબિત કરી આપ્યું કે તે આલિયા ભટ્ટની બેસ્ટ ફ્રેન્ડ છે.#boycottchhapaak #DeepikaAtJNU
આ પહેલા કરવામાં આવેલ ટ્વીટમાં પાયલે લખ્યું- મેઘના ગુલઝારે દીપિકાનું બ્રેનવોશ કર્યું કે તે કેટલાક JNUSU પ્રેસિડન્ટ્સને મળે, જેમણે કેમ્પસમાં ગુંડાઓને અંદર જવા દીધા. જેથી ABVP વિદ્યાર્થીઓનો અવાજ દબાવી શકાય જે 4 નવા સેમિનાર માટે રજિસ્ટર કરી રહ્યા હતા. લેફ્ટિસ્ટ ગુસ્સામાં હતાં કારણ કે તેમનો મિડનાઈટ પીવાનો પ્રોગ્રામ અટકી ગયો હતો. દીપિકા મને ઇડિયટ લાગી રહી છે. #BoycottChhapaak
દીપિકા JNUના વિદ્યાર્થીઓને મળવા ગઈ તે સાથે જ ટ્વિટ પર તેની ફિલ્મ ‘છપાક’નો વિરોધ શરૂ થયો હતો. ઘણા લોકોને દીપિકાનું આ પગલું અયોગ્ય લાગ્યું અને ટ્વિટર પર #boycottChhappak ટ્રેન્ડ થવા લાગ્યું. મહત્વનું છે કે, દીપિકાની આગામી ફિલ્મ ‘છપાક’ 10 જાન્યુઆરીએ રિલીઝ થવાની છે. ફિલ્મને મેઘના ગુલઝારે ડાયરેક્ટ કરી છે. આ ફિલ્મ એસિડ અટેક સર્વાઈવર લક્ષ્મી અગ્રવાલના જીવન પર આધારિત છે.