કાનપુર કોર્ટમાં વિજય બક્ષી નામના વ્યક્તિએ સ્વરા પર આ અરજી દાખલ કરી છે. સ્વરા પર સમાજમાં દ્વેષ ફેલાવવા, જાતિ-ધર્મ અને સમુદાયોના ભાગવા પાડવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. અરજીકર્તાનું કહેવું છે કે, સ્વરા ભાસ્કર પોતાના ભાષણો અને ટ્વીટ દ્વારા ભારત, સરકાર, સુપ્રીમ કોર્ટ, સુરક્ષા એજન્સીઓ વિરુદ્ધ ટિપ્પણી કરી રહી છે. જેનાથી સમાજમાં ભેદભાવ પેદા થઈ રહ્યો છે.
વિજય અનુસાર, તેનાથી આપણ દેશની છબી દુનિયા સામે ખરાબ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ભારતને નુકસાન થઈ રહ્યું છે. સ્વરા પર કરેલી અરજી પર સુનાવણી 20 માર્ચે થશે.
ઉલ્લેખનીય છે કે, નાગરિકતા સંશોધન કાયદા અને એનઆરસીને લઈ સ્વરા સતત પોતાનો વિરોધ વ્યક્ત કરી રહી છે. તેને લઈને સોશિયલ મીડિયા પર પોસ્ટ પણ કરી રહી છે. જેના પર ઘણીવાર ટ્રોલ પણ થઈ છે.