Monalisa Photos: મોનાલિસા ભોજપુરી સ્ટાર ઉપરાંત ટીવી ઇન્ડસ્ટ્રીમાં પણ જાણીતી એક્ટ્રેસ બની ચૂકી છે. એક્ટ્રેસ સોશ્યલ મીડિયા પર ખુબ એક્ટિવ રહે છે. તેને તાજેતરમાં જ પોતાની લેટેસ્ટ તસવીરોથી ઇન્ટરનેટનો પારો ચઢાવી દીધો છે. આ તસવીરોમાં એક્ટ્રેસ મોનાલિસા હૉટ લાગી રહી છે, તેને પોતાના ઇન્સ્ટાગ્રામ પર તસવીરો શેર કરી છે જેમાં તે ઇન્ડિયન લૂકમાં કેર વર્તાવી રહી છે.  


તસવીરોમાં એક્ટ્રેસ મોનાલિસા નવી નવેલી દુલ્હનની જેમ સજીધજીને તૈયાર થયેલી દેખાઇ રહી છે. તેનો આ લૂક એકદમ સુંદર લાગી રહ્યો છે. મોનાલિસા આ તસવીરોમાં રેડ કલરની સાડી પહેરીને દેખાઇ રહી છે. તેને પોતાના લૂકને હેવી જ્વેલરીની સાથે અને હાથોમાં મેચિંગ બંગડીઓની સાથે પુરો કર્યો છે. વળી, એક્ટ્રેસના મોનાલિસાના માથા પર લાગેલા લાલ ચાંદલો તેની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહ્યો છે. દરેક અદાઓ પર ફેન્સ ફિદા છે. 




ખરેખરમાં, મોનાલિયએ છઠ્ઠપૂજા દરમિાયન આ લૂક કેરી કર્યો હતો, એક તસવીરમાં તે હાથોમાં દીવો લઇને પૉઝ આપતી પણ દેખાઇ રહી છે. 




ઉલ્લેખનીય છે કે, મોનાલિસા ભોજપુરીમાં 100થી વધુ ફિલ્મો કરી ચૂકી છે. જોકે, આજકાલ તે ટીવી સીરિયલોમં દેખાઇ રહી છે.