કપિલ શર્માને નવા શો પહેલા મળી લક્ઝરી વેનિટી વેન, PHOTOS જોઈને આંખો પહોળી થઈ જશે

નવી દિલ્હીઃ વર્ષ 2017માં વિવાદોથી ઘેરાયેલા કોમેડિયન કપિલ શર્મા ટૂંકમાં જ સોની ટીવી પર વાપસી કરી રહ્યા છે. કપિલના શોનો પ્રોમો લોન્ચ થઈ ગયો છે. સોની તરફથી ટ્વિટર પર જારી પ્રોમોમાં કપિલ પોતાના જૂના મજાકિયા અંદાજમાં જોવા મળી રહ્યો છે. તેની સાથે જ હોળીના દિવસે કપિલે પોતાના ફેન્સની સાથે તેની નવી વેનિટી વેનની તસવીર શેર કરી છે. કપિલની વેનિટી વેન સોશિયલ મીડિયા પર છવાયેલી છે. DCની ડિઝાઈન થયેલ વેનિટી ખૂબ જ લક્ઝરી લુકમાં જોવા મળી રહી છે.
2015માં શાહરૂખ ખાને પણ લક્ઝુરિયસ વેનિટી વેન ખરીદી હતી જેની કિંમત હતી રૂપિયા 4 કરોડ તેમાં પણ કપિલની વેનિટી વેન જેવી જ બધી આધુનિક સુવિધાઓ છે. કપિલની વેનિટી વેન ડિઝાઈન કરવામાં 45 દિવસનો સમય લાગ્યો હતો.
આ વેન દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરી છે. તેમાં એ.સી, સ્પેશિયસ લોબી, ટીવી, ઓટોમેટિક ડોર લોક, ફ્લોર એલઈડી, રિક્લાઈનર મેક-અપ ચેરની સુવિધા છે.
ગયુ વર્ષ કપિલ શર્મા માટે ખૂબ જ કપરુ ગયુ હતુ. પરંતુ હવે તે ફેમિલી ટાઈમ વિથ કપિલ શર્મા નામના શો સાથે પાછો ફરી રહ્યો છે. તેના ફેન્સ આ શો માટે ખાસ્સા ઉત્સાહી છે. ફિરંગી ફિલ્મમાં એક્ટિંગ કરનારા કપિલે તેના વેનિટી વેનના ફોટોઝ શેર કર્યા હતા.
દિલીપ છાબરિયાએ ડિઝાઈન કરેલી કપિલ શર્માની આ વેનિટી વેન જોઈને શાહરૂખ, સલમાનને પણ ઈર્ષ્યા આવી જાય તેવું છે. કપિલ શર્માએ વેનિટી વેનના ફોટોઝ સોશિયલ મીડિયા પર શેર કર્યા હતા.