અનુષ્કા શર્માની ફિલ્મ ‘પરી’થી ઇમ્પ્રેસ થયો વિરાટ કોહલી, જાણો શું કહ્યું....
પાકિસ્તાન ફિલ્મ ડિસ્ટ્રીબ્યુશન એસોસિએશના ચેરમેન ચૌધરી એઝાઝ કમરા ફિલ્મ ‘પરી’ને લઇને પોતાના દેશના સેન્સર બોર્ડના નિર્ણયથી સહમત છે. તેમણે કહ્યું કે,’કોઇપણ ફિલ્મ જે અમારી સંસ્કૃતિ અને ઈસ્લામિક ઇતિહાસ વિરૂદ્ધ જાય છે. તેને પાકિસ્તાનમાં બૅન કરવામાં આવશે.’
Download ABP Live App and Watch All Latest Videos
View In Appઆ ઉપરાંત પાકિસ્તાની ચેનલ જિયો ટીવીએ ત્યાંના સેન્સર બોર્ડ સાથે જોડાયેલા એક સૂત્રના અહેવાલથી કહ્યું છે કે,’આ ફિલ્મમાં કુર્રાનની આયાતોને હિંદુ મંત્રો સાથે મિક્સ કરવામાં આવ્યાં છે આ ઉપરાંત કુર્રાનની આયાતોને કાળા જાદુ માટે પ્રયોગ કરતાં મુસ્લિમોને નકારાત્મક રીતે રજૂ કરવામાં આવ્યું છે.’
પાકિસ્તાની ન્યૂઝપેપર એક્સપ્રેસ ટ્રિબ્યૂનના જણાવ્યાનુસાર,’પાકિસ્તાનમાં પરી પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. કારણકે આ ફિલ્મ કાળા જાદુ, કેટલીક બિન ઈસ્લામિક મુલ્ય અને મુસ્લિમ વિરોધી ભાવનાઓને ઉત્તેજન આપે છે.’
નવી દિલ્હીઃ ટીમ ઇન્ડિયાના કેપ્ટેન વિરાટ કોહલીએ પત્ની અને બોલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની હોરર ફિલ્મ પરી જોઈ. ફિલ્મ જોયા બાદ કોહલીએ ટ્વિટ કર્યું છે. તેણે ફિલ્મના વખાણ કર્યા છે. વિરાટે ટ્વિટમાં લખ્યું, ગઈકાલે રાતે પરી જોઈ, આ મારી પત્નીનું સૌથી સારું કામ હોવું જોઈએ. લાંબા સમય પછી મેં સૌથી સારી ફિલ્મોમાંથી એક જોઈ. હું ડરી ગયો પરંતુ મને તારા પર ગર્વ છે અનુષ્કા શર્મા. જોકે પાકિસ્તાનમાં આ ફિલ્મ પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -