રામેશ્વરમના સમુદ્રમાં કરવામાં આવ્યું શ્રીદેવીની અસ્થિનું વિસર્જન
તમિલનાડુના શિવકાશીમાં જન્મેલી શ્રીદેવીની ફિલ્મી કરિયર માત્ર ચાર વર્ષની ઉંમરમાં જ ચાલુ થઈ ગઈ હતી. તેણે પ્રથમ ફિલ્મ તમિલમાં કરી હતી. શ્રીદેવી તમિલ ઉપરાંત તેલુગુ, હિન્દી, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં કામ કરી ચૂકી છે. 2013માં તેને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આપેલા યોગાદન બદલ ભારત સરકારે પદ્મશ્રીથી સન્માનિત કરી હતી.
સોનમ કપૂર બોયફ્રેન્ડ સાથે શ્રીદેવીના અંતિમ દર્શન કરવા આવી હતી.
શ્રીદેવીના પાર્થિવ દેહના દર્શન કરવા આવેલી દીપિકા પાદૂકોણ
ચેન્નઇઃ બોલીવુડની પ્રથમ લેડી સુપરસ્ટાર શ્રીદેવીની અસ્થિનું આજે રામેશ્વરમના સમુદ્રમાં વિસર્જન કરવામાં આવ્યું. અસ્થિ વિસર્જનમાં બોની કપૂર ઉપરાંત તેની બંને દીકરીઓ, પુત્ર અર્જૂન કપૂર, અનિલ કપૂર અને સંજય કપૂરનો પરિવાર તથા શ્રીદેવીના પિયર પક્ષના લોકો હાજર રહ્યાં હતા.
દુબઈમાં 24 ફેબ્રુઆરીની રાતે શ્રીદેવીનું નિધન થયું હતું. દુબઈમાં શબ ઘરમાં તેનો મૃતદેહ 60 કલાકથી રાખવામાં આવ્યો હતો. સરકારી વકીલની અનુમતી બાદ જ પોલીસ મૃતદેહને મુંબઈ લઈ જવાની મંજૂર આપી હતી. જે બાદ હવે શ્રીદેવીના પાર્થિવ દેહને દુબઈથી ભારત લાવવા માટે ક્લિયરન્સ મળ્યું હતું અને તેનો પાર્થિવ દેહ 27 ફેબ્રુઆરીએ મુંબઇ લાવવામાં આવ્યો હતો.
સફેદ રંગ સાથે લગાવ હોવાના કારણે શ્રીદેવીની અંતિમ યાત્રા પણ સફેદ ફૂલોથી સજાવેલી ગાડીમાં કાઢવામાં આવી હતી.
28 ફેબ્રુઆરીએ રાજકીય સન્માન સાથે શ્રીદેવીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. સ્મશા ઘાટ લઈ જવાતા પહેલા તેના પાર્થિવ દેહને તિરંગામાં લપેટવામાં આવ્યું હતું અને મુંબઈ પોલીસે ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા તેના ચાહકોએ સવારથી જ લાઇન લગાવી દીધી હતી. રાજેશ ખન્નાના અવસાન બાદ પ્રથમ વખત કોઈ ફિલ્મી સિતારાના અવસાન વખતે આટલી મોટી ભીડ જોવા મળી હતી.