આ એક્ટ્રેસે કમર પર ચિતરાવ્યું ટાઇગરનું ટેટૂ, તસવીરો જોઇને ફેન્સ બોલ્યા- હવે જલ્દી કરો કમબેક
ફેન્સ સુષ્મિતાની આ તસવીર પર જબરદસ્ત લાઇક્સ આપી રહ્યાં છે. સાથે કૉમેન્ટ બૉક્સમાં યૂઝર્સ સુષ્મિતાની પ્રસંશા કરતાં નથી થાકતા.
સુષ્મિતાની આ તસવીરની વાત કરીએ તો તેને પોતાના હાથ ઉપર કર્યા છે અને બ્લેક કલરની બિકની પહેરેલી છે. જે હૉટ સ્ટાઇલમાં સુષ્મિતાએ ફેન્સને પોતાનું ટેટૂ બતાવ્યું છે તે ખરેખર કાબિલ-એ-તારીફ છે. તેના આ ફોટોને ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
નવી દિલ્હીઃ બૉલીવુડ એક્ટ્રેસ સુષ્મિતા સેન હંમેશા પોતાની સુંદરતાને લઇને ફેન્સની વચ્ચે ચર્ચામાં રહે છે. એકવાર ફરીથી સોશ્યલ મીડિયા પર સુષ્મિતા સેને પોતાની એવી તસવીરો પૉસ્ટ કરી છે કે જેને યૂઝર્સ ખુબ પસંદ કરી રહ્યાં છે. ખરેખરમાં સુષ્મિતાએ પોતાની કમર પર ટાઇગરનું એક મોટુ ટેટૂ ચિતરાવ્યું છે જેની તસવીરો તેને પોતાનો ઇન્સ્ટાગ્રામ પર પૉસ્ટ કરી છે.
ઉલ્લેખનીય છે કે, થોડાક દિવસો પહેલા સુષ્મિતાએ પોતાની છોકરીઓનો એક વીડિયો પૉસ્ટ કર્યો હતો જેમાં તે પોતાની છોકરીઓને ઇંગ્લિશ શીખવાડતી સંભળાઇ રહી હતી. સુષ્મિતાની આવી સુંદર તસવીરો જોયા બાદ ફેન્સ પડદા પર તેના કમબેકની રાહ જોઇ રહ્યાં છે. ફોટાને જોઇને ભાગ્યેજ કોઇ સુષ્મિતાની ઉંમરનો અંદાજો લગાવી શકે.
ફોટાની વાત કરીએ તો આમાં લાઇટ ઇફેક્ટને પણ ખુબ સુંદર રીતે યૂઝ કરવામાં આવ્યો છે. આવું પહેલીવાર નથી બન્યું સુષ્મિતાએ પોતાની સુંદર તસવીર સોશ્યલ મીડિયા પર શેર કરી હોય પણ તેનું એકાઉન્ટ જોશો તો ખબર પડશે તેમાં સુંદર તસવીરોનો ખજાનો છે. સુષ્મિતાએ આ જ ટેટૂની એક તસવીર અને પૉસ્ટ કરી છે જેમાં તેને માત્ર પોતાનું ટેટૂ બતાવ્યું છે.