TVની આ અભિનેત્રીએ રિસેપ્શનના દિવસે જ પતિને કરી કિસ, તસવીર થઈ વાયરલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 14 Feb 2020 11:26 AM (IST)
10 ફેબ્રુઆરી 2020માં કામ્યા પંજાબીએ શલભ દાંગ સાથે સાત ફેરા લીધા બાદ બંનેએ મુંબઈમાં 11 ફેબ્રુઆરી ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. કામ્યાએ શલભની સાથે કિસ ડે ઉપર તસવીર શેર કરી
મુંબઈ: ટીવી અભિનેત્રી કામ્યા પંજાબી અને શલભ દાંગ બે દિવસે પહેલાં જ લગ્નના બંધનમાં બંધાઈ ગયા હતાં. બંને લગ્ન પછી ટીવી ઈન્ડસ્ટ્રીમાં ખૂબ જ ચર્ચામાં રહ્યા હતાં. ટીવી ઈન્ડસ્ટ્રીના મોટા સ્ટાર્સે લગ્નમાં હાજરી આપી હતી. લગ્ન બાદ કામ્યા અને શલભ હવે પોતાના અંગત જીવનમાં ધ્યાન આપી રહ્યા છે. કામ્યાએ શલભની સાથે કિસ ડે ઉપર તસવીર શેર કરી હતી જે સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. કામ્યા પંજાબીના પતિ શલભ દિલ્હી સ્થિત હેલ્થ કેર સ્પેશિયાલિસ્ટ છે. કામ્યા પંજાબીએ તસવીર શેર કરતાં પોતાની ખુશી વ્યક્ત કરી હતી. કિસ ડેની ઉજવણી કરતાં કામ્યા પંજાબીએ શલભ દાંગને કિસ કરતી એક તસવીર શેર કરી હતી. કામ્યા પંજાબીએ તસવીરને શેર કરતા લખ્યું હતું કે, પાર્ટીની આ મારી સૌથી ફેવરેટ તસવીર છે. બંનેના આ તસવીર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ હતી. 10 ફેબ્રુઆરી 2020માં એક બીજા સાથે સાત ફેરા લીધા બાદ બંને મુંબઈમાં 11 ફેબ્રુઆરી ગ્રાન્ડ રિસેપ્શન આપ્યું હતું. રિસેપ્શન પાર્ટીમાં કામ્યા ડાર્ક ગ્રીન અને ગોલ્ડન કલરનો લહેંગો પહેરેલી જોવા મળી હતી. પોતાના ટ્રેડિશનલ લુકને કામ્યાએ હેવી જ્વેલરી સાથે ટીમઅપ કર્યું હતું. કામ્યા પંજાબીના શલભ દાંગ સાથે બીજા લગ્ન કર્યાં છે. આ પહેલા વર્ષ 2003માં કામ્યા પંજાબીના બંટી નેગી સાથે લગ્ન કર્યાં હતાં. બંટી અને કામ્યા પંજાબીની એક પુત્રી પણ છે. લગ્ન બાદ બંને વચ્ચે મનદુખ થવાના સમાચાર આવતા રહેતા હતા. વર્ષ 2013માં બંને અલગ થવાનો નિર્ણય લીધો હતો.