નવી દિલ્હીઃ વિશ્વ ક્રિકેટના બે મોટા નામ ભારતના મહાન બેટ્સમેન સચિન તેંડુલકર અને વેસ્ટ ઇન્ડિઝના દિગ્ગજ બેટ્સમેન બ્રાયન લારા એક ચેરિટી માટે ફરી વખત એક બીજા વિરૂદ્ધ રમતા જોવા મળશે. આ બન્ને ચેમ્પિયન કેલાડી ટી20 ટૂર્નામેન્ટ ‘રોડ સેફ્ટી વર્લ્ડ સીરીઝ’ના પ્રથમ મેચ સાત માર્ચના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ઇન્ડિયા લીજેન્ડ્સ અને વેસ્ટઇન્ડિઝ લીજેન્ડ્સની ટીમ વચ્ચે રમાશે. ગુરુવારે જાહેર કરવામાં આવેલ સીરીઝના કાર્યક્રમ અનુસાર ટૂર્નામેન્ટમાં કુલ 11 મેચ રમાશે.

આ સીરીઝમાં ભારત, ઓસ્ટ્રેલિયા, શ્રીલંકા, વેસ્ટ ઇન્ડિઝ અને દક્ષિણ આફ્રીકાના કેટલાક મોટા ક્રિકેટર ભાગ લેશે જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, યુવરાજ સિંહ, ઝહીર ખાન, બ્રાયન લારા, શિવનારાયણ ચંદ્રપોલ, બ્રેટ લી, બ્રેટ હોજ, જોન્ટી રોડ્શ, મુથૈયા મુરલીધરન, તિલકરત્ને દિલશાન અને અજંતા મેન્ડિસ સામેલ છે. આયોજકો અનુસાર આ સીરીઝનો ઉદ્દેશ રોડ સેફ્ટી વિશે લોકોમાં જાગરૂકતા ફેલાવવાનો છે. આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝમાં કુલ 11 મેચ રમાશે.



પૂર્વ ભારતીય કેપ્ટન સુનીલ ગાવસ્કર આ શ્રેણીના કમિશ્નર છે. આ મેચ સાંજે 7 કલાકેથી શરુ થશે. રોડ સેફ્ટી વર્લ્ડ શ્રેણીમાં વીરેન્દ્ર સેહવાગ, સચિન તેંડુલકરની કેપ્ટનશિપમાં રમશે. ટૂર્નામેન્ટમાં છ ટીમો ભાગ લેશે. જેમાં ઇન્ડિયા લીજેન્ડ્સ, ઓસ્ટ્રેલિયા લીજેન્ડ્સ, દક્ષિણ આફ્રિકા લીજેન્ડ્સ, શ્રીલંકા લીજેન્ડ્સ અને વેસ્ટ ઇન્ડીઝ લીજેન્ડ્સ સામેલ છે. ટૂર્નામેન્ટમાં 10 લીગ મેચ રમાશે. જેમાં બધી ટીમો એકબીજા સામે રમશે. આ પછી બે બેસ્ટ ટીમો વચ્ચે ફાઇનલ રમાશે. ફાઇનલ 22 માર્ચે મુંબઈમાં રમાશે.



આ રોડ સેફ્ટી વર્લ્ડ સિરીઝની બે મેચ વાનખેડે સ્ટેડિયમ, ચાર મેચ પૂણેમાં મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમ, ચાર મેચ નવી મુંબઈના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન સ્ટેડિયમમાં અને ફાઇનલ મેચ 22 માર્ચે મુંબઈના બ્રેબોર્ન સ્ટેડિયમમાં રમાશે.