પેરિસઃ ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ હવે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસદ સાથે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે.
જોકે તેની તાજેતરની ઈન્સ્ટાગ્રામ તસવીરો જોતાં એવું લાગે છે કે, હાલ અનમ લગ્ન પહેલા બહેન સાનિયા અને ગર્લ ગેંગ સાથે પેરીસમાં બેચલરેટ પાર્ટી એન્જોય કરતો જોવા મળ્યો છે.
અનમની આ બેચલરેટ પાર્ટીમાં બહેન સાનિયા મિર્ઝા પણ સાથે જોવા મળી હતી. આ તસવીરો પરથી એવું લાગે છે કે, અનમ અને સાનિયાએ ખૂબ જ એન્જોય કર્યું છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, અનમ મિર્ઝા પૂર્વ ભારતીય ક્રિકેટર મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસદ સાથે નિકાહ કરવાની છે. આ બન્ને એકબીજાને લાંબા સમયથી ડેટ કરી રહ્યાં છે.
થોડા સમય પહેલા ફિલ્મ પ્રોડ્યૂસર અને ડિરેક્ટર ફરાહ ખાને સાનિયા મિર્ઝા અને અનમ મિર્ઝા સાથેની તસવીર શેર કરી હતી.
એવી પણ ચર્ચા છે કે અનામ મિર્ઝા અને અસદ આ વર્ષના અંત સુધીમાં લગ્ન કરી શકે છે. નોંધનીય છે કે, સાનિયા મિર્ઝાની બહેન અનમ ફેશન ડિઝાઈનર છે અને તે પોતાની બ્રાન્ડ હેઠળ આઉટલેટ ચલાવે છે.
મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્રની ગર્લફ્રેન્ડ પેરિસમાં કોની સાથે પાર્ટી એન્જોય કરતી જોવા મળી? જાણો વિગત
abpasmita.in
Updated at:
25 Sep 2019 02:34 PM (IST)
ટેનિસ સ્ટાર સાનિયા મિર્ઝાની બહેન અનમ હવે ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કેપ્ટન મોહમ્મદ અઝહરૂદ્દીનના પુત્ર અસદ સાથે ટૂંક સમયમાં લગ્નના બંધનમાં બંધાવા જઈ રહી છે
- - - - - - - - - Advertisement - - - - - - - - -