પ્રિયાને બૉલીવુડમાંથી મળી ઓફર, પણ પાડી દીધી ના, કહ્યું- હું આ કારણે ફિલ્મ નહીં કરું
પ્રિયાએ કહ્યું કે વીડિયો વાયરલ થયા પછી તેને 'પિંક' ફિલ્મના ડાયરેક્ટરે પોતાના અપકમિંગ પ્રૉજેક્ટ માટે અપ્રૉચ કર્યું હતું પણ અત્યારે તે જૂન સુધી પોતાની ડેબ્યૂ ફિલ્મ પર જ ફોકસ કરવા માગે છે. 'ઉરુ આદર લવ' જૂનમાં રિલીઝ થવાની છે.
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપ્રિયાએ આ ઇન્ટરવ્યૂમાં કહ્યું કે બૉલીવૂડમાં કામ કરવા ઇચ્છે છે, એટલું જ નહીં પ્રિયા ‘પદ્માવત’ ફિલ્મના ડાયરેક્ટરર સંજય લીલા ભંસાળીની સાથે કામ કરવા ઇચ્છે છે, તેની ફેવરિટ એક્ટ્રેસ દીપિકા પાદુકોણ છે.
કેરાલના ત્રિસૂર શહેરની રહેવાસી પ્રિયા અત્યારે બી.કૉમ ફર્સ્ટ ઇયરની સ્ટૂડન્ટ છે. આ ક્લિપના વાયરલ થયા બાદ જ સર્ચિંગના મામલે પ્રિયાએ કેટરીના કૈફ અને દીપિકા પાદુકોણને પણ પછાડી દીધા હતાં.
પોતાની ડેબ્યૂ ફિલ્મથી જ પ્રિયાએ દેશભરમાં ચર્ચા જગાવી દીધી છે, આ પછી તેને મલયાલમ ઉપરાંત અલગ અલગ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાંથી ઓફર મળી રહી છે, પણ ખુદ પ્રિયા મલયાલમ ફિલ્મોના પ્રખ્યાત એક્ટર દલકીર સલમાનની ફેન છે. પ્રિયાએ પોતાના સોશ્યલ મીડિયા એકાઉન્ટ પર દલકીરની ફિલ્મનું પૉસ્ટર શેર કરતાં લખ્યું છે કે તે દલકીરની સાથે કામ કરવા ઇચ્છે છે.
બૉલીવુડલાઇફમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, પ્રિયા પ્રકાશ ને 'પિંક' ફિલ્મના ડાયરેક્ટર અનિરુદ્ધ રાય ચૌધરીએ એક ફિલ્મ માટે ઓફર કરી દીધી છે. એક મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં ખુદ પ્રિયાએ આ વાત કહી છે.
મુંબઇઃ 28 સેકન્ડની એક ક્લિપથી 24 કલાકમાં પૉપ્યૂલર થયેલી મલયાલમ એક્ટ્રેસ પ્રિયા પ્રકાશે અનેક રેકોર્ડ પોતાના નામે કરી લીધા છે. ગૂગલ સર્ચમાં પણ તે સની લિયોનીથી આગળ નીકળી ગઇ છે. આવામાં તેમની સાથે કામ કરનારાઓ લાંબી લાઇન લાગવાનું નક્કી છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -