અઝીઝનો જન્મ 1954માં કોલકાતાના અશોકનગરમાં થયો હતો. તેમણે બોલીવુડ ફિલ્મો ઉપરાંત બંગાળી, ઉડિયા અને અન્ય પ્રાદેશિક ભાષામાં પ્લેબેક સિંગિગ કર્યું હતું. તેઓ મોહમ્મદ રફીના ફેન હતા. અમિતાભ બચ્ચનની ફિલ્મ “મર્દ”ના ટાઇટલ ગીતથી હિન્દી પ્લેબેક સિંગિંગમાં બ્રેક મળ્યો હતો.
બાદમાં તેમણે અનેક ફિલ્મોમાં હિટ ગીત આપ્યા હતા. રફીના ગીતના દીવાના અઝીઝને બોલીવુડમાં મુન્નાના નામથી ઓળખવામાં આવતા હતા. બાંગ્લા ફિલ્મથી ગાવાની શરૂઆત કરનારા અઝીઝને 1986માં અમૃત ફિલ્મમાં ગાવાનો મોકો મળ્યો હતો. તેમણે બચ્ચન ઉપરાંત ઋષિ કપૂર, અનિલ કપૂર, મિથુન ચક્રવર્તી અને ગોવિંદાને પણ તેમનો અવાજ આપ્યો હતો.
એઝાઝે કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આરડી બર્મન, નૌશાદ, બપ્પી લહેરી, રવીન્દ્ર જૈન, અનુ મલિક અને આદેશ શ્રીવાસ્તવ જેવા જાણીતા સંગીતકારો સાથે કામ કર્યું હતું.