ફેશન જર્નિ, આઇકોનિક બિંદી અને કાંજીવરમની સાડી વિશે વાત કરતા સિંગર ઉષા ઉત્થુપે કહ્યું કે, “ આ 1969થી શરૂ થયું. જો કે ત્યારે હું કાંજીવરમ સાડી ખરીદી શકવા માટે સક્ષમ ન હતી. અમે 6 બાળકો હતા અને પિતા જ કમાણી કરનાર હતા. જે પોલીસમાં હતા.
ઇન્ડિયન પ્લેબેક સિંગર ઉષા ઉત્થુપે ઇન્ડિયા ટૂડે કોન્કલેવ 2021માં હાજરી આપી હતી. તેમના સેશનનું નામ Nostalgic Notes: Let’s do cha cha cha: India’s original rock star હતું. તેમના સોન્ગથી આ સેશનની શરૂઆત થઇ. કોન્કલેવમાં તેમણે તેમની પર્સનલ અને સિંગિગ લાઇફની વાતો શેર કરી.
મિડલ ક્લાસ પરિવારમાં થયો જન્મ
ઉષા ઉત્થુપે બાળપણની વાત કરતા જણાવ્યું કે, “ આ 1969થી શરૂ થયું. જો કે ત્યારે હું કાંજીવરમ સાડી ખરીદી શકવા માટે સક્ષમ ન હતી. અમે 6 બાળકો હતા અને પિતા પોલીસમાં હતા. તેમણે જણાવ્યું કે” હું મિડલ ક્લાસમાંથી આવું છું. તે સમયે 2 જોડી યુનિફોર્મથી પણ હું ખુશ હતી. એક ધોવા માટે અને એક પહેરવા માટે, તે સમય એવો હતો જ્યારે મારી પાસે એક પણ જ્વેલરી ન હતી.
સિંગિગ વિશે વાત કરતા ઉષાએ કહ્યું કે, “તે ખૂબ જ મેજિકલ સમય હતો જ્યારે મેં દમ મારો દમ સોન્ગ ગાયું. આર ડી બર્મન ઇચ્છતા હતા કે, આ સોન્ગ હું ગાઉં. તેમણે મને ગાવા માટે અંગ્રેજી પાર્ટ આપ્યો હતો.મેં નાઇટ ક્લબ સિંગિગથી કરિયરની શરૂઆત કરી હતી. પ્લેબેક સિગિંગ પહેલા મારો ગાયિકા તરીકે જન્મ નાઇટ ક્લબ સિંગિગ અને લાઇવ પર્ફોમ્સમાં થયો. એક શો પૂરો થયા બાદ આનંદ સાહેબ આવ્યા અને હરે રામ હરે કૃષ્ણ સોન્ગ ગાવા માટે ઓફર મળી. બસ અહીંથી પ્લેબેક સિંગિગનો સિલસિલો શરૂ થયો.
મને હવે હરે રામ હરે કૃષ્ણ ગાતા ડર લાગે છે:ઉષા
ઉષા ઉત્થુપે જણાવ્યું કે, “હરે રામ હરે કૃષ્ણ સોન્ગ એવું છે કે જે ઉષાની ઓળખનું પર્યાય બની ગયું છે. પરંતુ આજે દેશમાં આ સોન્ગનો વિશિષ્ટ અર્થ છે. ખાસ કરીને જ્યારે પશ્ચિમ બંગાળમાં ચૂંટણીનો માહોલ છે. આ કારણે મને હવે તો આ સોન્ગ ગાવામાં ડર લાગે છે. ઉષા ઉત્થુપે મેઇલ એક્ટ્રેસ મિથુન ચક્રવતી માટે સોન્ગ ગાયું હતું.
સિંગર ઉષા ઉત્થુપને હવે ‘હરે કૃષ્ણ હરે રામ સોન્ગ’ ગાવામાં ડર લાગે છે. જાણો શું છે કારણ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
12 Feb 2021 04:29 PM (IST)
ઇન્ડિયન પ્લેબેક સિંગર ઉષા ઉત્થુપે ઇન્ડિયા ટૂડે કોન્કલેવ 2021માં હાજરી આપી હતી. જો કે આ સમયે તેમણે તેમના ખૂબ જ લોકપ્રિય સોન્ગ વિશે વાત કરતા જણાવ્યું હતું કે, આજે આ સોન્ગનો વિશિષ્ટ અર્થ થાય છે.
- - - - - - - - - Advertisement - - - - - - - - -