નવી દિલ્હી: પ્રધાનમંત્રી નરેંદ્ર મોદીએ અમેરિકાના હ્યૂસ્ટન શહેરમાં યોજાયેલા કાર્યક્રમ 'હાઉડી મોદી'ને લઈને ટ્વિટ કરવા પર બોલીવૂડ અભિનેતા ઋૃષિ કપૂરનો આભાર વ્યક્ત કર્યો છે. ઋૃષિ કપૂરે પીએમ મોદીના કાર્યક્રમને લઈને એક ટ્વિટ કર્યું હતું, જેમાં તેઓ હાઉડી મોદીનો પ્રચાર કરતા જોવા મળ્યા હતા. હવે પીએમ મોદીને તેમના ટ્વિટ પર જવાબ આપ્યો છે.


પ્રધાનમંત્રી મોદીએ ઋૃષિ કપૂરના ટ્વિટનો જવાબ આપતા લખ્યું, 'તમારા ઉત્સાહવર્ધક પ્રોત્સાહન માટે આભાર ઋૃષિ કપૂર જી. તમે થોડા દિવસો પહેલા જ અમેરિકાથી ભારત ગયા અને હું અહીંયા પહોંચી ગયો. હુ તમારા સારા સ્વાસ્થ્યની કામના કરૂ છું. સોશિયલ મીડિયા પર તમારા આ પ્રકારના સહયોગની અપેક્ષા આગળ પણ કરૂ છું.'

આ પહેલા ઋૃષિ કપૂરે ટ્વિટ કર્યું હતું કે, 'હાઉડી મોદી ગો મોદી ગો ટ્રંપ- હ્યૂસ્ટન, યૂએસ. અમારા હોવાનું ગૌરવ, સમાજનું ગૌરવ, , ભારતનું ગૌરવ.'