PM મોદીએ સ્વચ્છતા અભિયાન સાથે જોડાવવા આ જાણીતી અભિનેત્રીને લખ્યો પત્ર
દેબોલીના સ્ટારપ્લસના શો ‘સાથ નિભાના સાથિયા’માં ગોપી વહુનું પાત્ર ભજવી ઘર-ઘરમાં પોપ્યુલર થઈ ગઈ હતી. તેની પોપ્યુલારિટી જોતા જ પી.એમએ તેમને આ અપીલ કરી છે. તેમણે દેબોલીનાને સ્વચ્છ ભારત અભિયાન સાથે જોડાઈ દેશમાં સ્વચ્છતાનો સંદેશો ફેલાવવા કહ્યું છે.
પત્રમાં મોદીએ લખ્યું, આવનારા દિવસોમાં ગાંધી જયંતીના અવસર પર અમે સ્વચ્છતા અભિયાનને ઝડપથી ચલાવવા માગીએ છીએ. સ્વચ્છતાની જવાબદારી ખુત 125 કરોડ દેશવાસિઓએ ઉપાડવી પડશે. ટીવીનો લોકો પર ઊંડો પ્રભાવ પડે છે. તમને હજારો લોકો ફોલો કરે છે. સ્વચ્છતા અભિયાનમાં તમારા જોડાવાથી અનેક લોકોને પ્રેરણા મળશે.
આ વાતની જાણકારી ખુ દેવોલીનાએ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર આપી છે. લેટર માટે દેવોલીનાએ પીએમ મોદીનો ખૂબ આભાર માન્યો છે.
નવી દિલ્હીઃ ‘સાથ નિભાના સાથિયા’ ફેમ ગોપી બહૂ એટલે કે દેવોલીના ભટ્ટાચાર્જીને નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. જેમાં પીએમ મોદીએ દેવોલીનાને સ્વચ્છતા એ જ સેવા અભિયાન સાથે જોડાવવાનો આગ્રહ કર્યો છે.