રાજકોટ: ડોક્ટરે લગ્નની લાલચ આપી નર્સ સાથે ICUમાં માણ્યું સેક્સ, જાણો પછી શું થયું
નર્સે ગુરુવારે સુસાઇટ નોટ લખી કપાસમાં છાંટવાની દવા ગટગટાવી આજી ડેમમાં પડતું મૂકવા ગઇ હતી પરંતુ 108એ બચાવી લઇ તેને હોસ્પિટલે ખસેડી હતી. આ તબીબ અન્ય કોઇની જિંદગી બરબાદ ન કરે તે માટે ફરિયાદ નોંધાવું છું અને આ તબીબ પણ સંજીવની હોસ્પિટલમાં ગેરકાયદે ગર્ભપાત કરતો હોવાનો આક્ષેપ કર્યો હતો. પી.આઇ. બી.ટી. વાઢીયાએ ડોક્ટર પંકજ અને કે.કે.નામના શખ્સની તપાસ હાથ ધરી છે.
બે મહિના બાદ ફરી ગર્ભ રહી જતાં કોઠારિયા રોડ પર આરાધના ક્લિનિકમાં ગર્ભપાત કરાવ્યો હતો. ડો.પંકજ પરિણીત હોવાનું અને તેની પત્ની સગર્ભા હોવાની જાણ થતાં ડો.પંકજે હોસ્પિટલમાંથી મને કાઢી મૂકી હતી. માતા-પિતા 20 દિવસ પહેલા તેને ડોક્ટર પાસે લઇ ગયા હતા અને અમારી દીકરી સાચવો તેમ કહેતા ડોક્ટરે તેને હોસ્પિટલમાં સાચવી હતી અને પોતે પણ ત્યાં રહેતો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ કોઠારિયા રોડ પર આવેલી સંજીવની હોસ્પિટલના ડોક્ટર પંકજ વેકરિયાએ નર્સને બે વખત ગર્ભવતી બનાવી બન્ને વખત ગેરકાયદે ગર્ભપાત કરાવ્યાની ફરિયાદ નોંધાઇ છે. નર્સની ફરિયાદ મુજબ તે 11 મહિનાથી હોસ્પિટલમાં નર્સ તરીકે ફરજ બજાવે છે. ડો.પંકજે પોતે કુંવારા અને તેની સાથે લગ્ન કરશે તેમ કહી આઇસીયુમાં લઇ જઇ બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. પાંચ માસ પહેલા ગર્ભ રહી જતાં સાધુ વાસવાણી રોડ પરની ક્રિષ્ના હોસ્પિટલમાં લઇ જઇ કે.કે. નામની વ્યક્તિ પાસે પતિ-પત્ની તરીકે ઓળખ આપી ગર્ભપાત કરાવ્યો હતો.
રાજકોટ: રાજકોટની એક ખાનગી હોસ્પિટલના ડોક્ટરે પોતાની જ હોસ્પિટલમાં નકોરી કરતી નર્સ સાથે બળજબરીથી શારીરિક સંબંધ રાખી બે વખત ગર્ભ રાખી ગર્ભપાત કરાવ્યાનો કિસ્સો સામે આવ્યો છે. ડોક્ટરે નર્સને તરછોડી દેતા બે વખત આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હાલ આ કેસ પોલીસના ધ્યાને આવ્યો છે.