આ ટ્રેલરને મુંબઇમાં થયેલી એક ઇવેન્ટમાં લોન્ચ કરવામાં આવ્યું હતું જ્યાં ફિલ્મના લીડ એક્ટર્સ હાજર રહ્યા હતા. ફિલ્મની કાસ્ટ સિવાય ડિરેક્ટર ઉમંગ કુમાર પણ આ ઇવેન્ટમાં પહોંચ્યા હતા.
ફિલ્મમાં વિવેક ઓબેરોય સિવાય બમન ઇરાની, બરખા બિષ્ટ, મનોજ જોશી, પ્રશાંત નારાયણ, રાજેન્દ્ર ગુપ્તા, જરીના વહાબ અને અંજન શ્રીવાસ્તવ મુખ્ય ભૂમિકાઓમાં જોવા મળશે. ફિલ્મ 5 એપ્રિલના રોજ રીલિઝ થશે.