મેરઠઃ ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ કમિશ્નર તરીકે સેવા આપતા પ્રીતા હરિત કોંગ્રેસમાં સામેલ થઈ ગયા છે. ઈન્ડિયન રેવન્યૂ સર્વિસના અધિકારી પ્રીતાએ પ્રિન્સિપલ ઇન્કમટેક્સ કમિશ્નર પદેથી રાજીનામું આપ્યા બાદ બુધવારે કોંગ્રેસમાં સામેલ થયા હતા. ઉત્તર પ્રદેશ કોંગ્રેસના ચીફ રાજ બબ્બરની હાજરીમાં પ્રીતા હરિતને પાર્ટીમાં જોડાયા હતા. પ્રીતા હરિત મેરઠમાં ઈન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટમાં પ્રિન્સિપલ કમિશ્નર તરીકે કાર્યરત હતા.


પ્રીતા હરિતના રાજીનામાનો સ્વીકાર કરી લેવામાં આવ્યો છે. બહુજન સમ્યક સંગઠનની સંસ્થાપક પ્રીતા હરિતનો જન્મ હરિયાણાના પલવલમાં થયો છે. તેમણે 22 વર્ષની ઉંમરે જ સિવિલ સર્વિસ પરીક્ષા કરી લીધી હતી. પ્રીતા શરૂઆતથી જ દલિત અધિકારોને લઈ ખૂબ સક્રિય રહી છે.

સામાજિક સંગઠનો દ્વારા દલિતોને અધિકારો અપાવવાની ચળવળ શરૂ કરનારી પ્રીતા હરિત 1987ની બેચની આઈઆરએસ છે. તેણે દનકૌરમાં દલિત મહિલાઓ પર થયેલા અત્યાચારની આલોચના કરી હતી. આ મુદ્દાની તપાસ સીબીઆઈ પાસે કરાવવાની માંગમાં તેની મહત્વની ભૂમિકા  હતી. તે સમયે પીડિત મહિલાઓ માટે 20-20 લાખ રૂપિયાના વળતરની માંગ કરી તેમણે કરી હતી.

લોકસભા ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે તેવા સમયે જ પ્રીતા હરિત નોકરી છોડી કોંગ્રેસમાં સામેલ થતાં તેઓ ચૂંટણી લડશે તેવી અટકળો શરૂ થઈ ગઈ છે.


ટીમ ઈન્ડિયાના કોચ રવિ શાસ્ત્રીને લઈ BCCIએ કર્યો ચોંકાવનારો ખુલાસો, કહ્યું- વર્લ્ડકપ બાદ.......