ફૂટબોલ તેમજ બાસ્કેટબોલની હાઈપ્રોફાઈલ લીગમાં કોચનો કોન્ટ્રાક્ટ લંબાવવા માટે કે પછી રિન્યુ કરવા માટેની કલમ હોય છે. જોકે શાસ્ત્રીને બીસીસીઆઇએ જે કોન્ટ્રાક્ટ આપ્યો છે તેમા રિન્યુઅલની કે પછી કોન્ટ્રાક્ટ લંબાવવા માટેની (એક્સ્ટેન્શન) કલમ જ નથી. ટૂંકમાં નિર્ધારિત કાર્યકાળ પૂરો થાય તે પછી શાસ્ત્રીને કોચ તરીકે વિદાય લેવી પડશે.
બીસીસીઆઇના ઓફિસિઅલને ટાંકીને જણાવવામાં આવ્યું છે કે, જ્યારે કુમ્બલે ભારતીય ક્રિકેટ ટીમનો કોચ હતો, ત્યારથી કોચીસ અને સપોર્ટ સ્ટાફના કોન્ટ્રાક્ટમાં અમે કરાર લંબાવવા માટેની કે પછી કરારના નવીનીકરણ માટેની કલમ રાખી જ નથી. જેના પરીણામે ભારત શાસ્ત્રીના માર્ગદર્શનમાં વર્લ્ડકપ જીતી લે તો પણ તેને કોચ તરીકે વિદાય લેવી પડશે. બીસીસીઆઇ કોચની શોધ માટે નવેસરથી જાહેરાત બહાર પાડશે અને અરજીઓ મંગાવશે અને તમામ પ્રક્રિયા નવેસરથી હાથ ધરાશે. આ પ્રક્રિયામા શાસ્ત્રી ઈચ્છે તો જોડાઈ શકશે.
કોચ શાસ્ત્રીની સાથે સાથે ભારતીય ટીમના બેટીંગ કોચ સંજય બાંગર, બોલિંગ કોચ ભરત અરૃણ અને ફિલ્ડિંગ કોચ આર. શ્રીધરનો કોન્ટ્રાક્ટ વર્લ્ડકપમાં ભારતની આખરી મેચની સાથે પુરો થશે. આ પછી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ સિરીઝ શરૃ થશે. વર્લ્ડકપના સમાપન અને વિન્ડિઝ સામેની સિરિઝની વચ્ચે માત્ર ૧૪ જ દિવસનું અંતર છે. આ સમયગાળામાં અમારે કાર્યવાહી પુરી કરવી પડશે.
જો શાસ્ત્રીના માર્ગદર્શનમાં ટીમ ઈન્ડિયા સેમિ ફાઈનલમાં પણ પહોંચે તો તેના સ્થાને અન્ય કોઈને કોચ તરીકે પસંદ કરવામાં આવે તેની શક્યતા ઘટી જશે. કોહલી પણ શાસ્ત્રીની તરફેણમાં હોવાથી આખી પ્રક્રિયાના અંતે શાસ્ત્રી જ કોચ બનશે તે નક્કી લાગી રહ્યું છે.
સચિન તેંડુલકરે પુત્ર અર્જુનને આપ્યો ગુરુમંત્ર, જાણો શું કહ્યું
ભાજપના નેતાના પુત્રને કોંગ્રેસે લોકસભા ટિકિટ ફાળવતાં જ પિતાએ પુત્ર સાથેનો સંબંધ તોડી નાંખ્યો, જાણો વિગત
PM મોદીએ બ્લોગના માધ્યમથી કોંગ્રેસ પર કર્યા પ્રહાર, જુઓ વીડિયો